મુંબઈઃ જુલાઈ મહિનામાં બોલિવૂડની બિગ બજેટ ફિલ્મનો દમદાર જલસો પડવાનો છે. આ ફિલ્મોના બેક ટુ બેક રિલીઝમાં કઈ ફિલ્મ ચાલશે અને કઈ પિટાશે એ તો ફેન્સનો પ્રતિસાદ નક્કી કરશે. પણ આ વર્ષે જુલાઈ મહિનો એકથી એક બિગ સ્ક્રિન ફિલ્મનો રહેવાનો છે. એક કે બે નહીં પણ સાત ફિલ્મ એક જ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. 'મૈં વાપસ આઉંગા' પણ ફિલ્મ સારી છે અને બોક્સઓફિસ ધીમે ધીમે કમાણીનો સ્કોર વધારી રહી છે.

'આલ્ફા'
આલિયા ભટ્ટનો એક્શન અવતાર લઈને આવી રહી છે ફિલ્મ 'આલ્ફા'. જેમાં બોબી દેઓલ વિલનના રોલમાં છે અને શરવરી વાઘ આલિયા સાથે સ્ટેપ સ્ટેપ એક્શન અવતારમાં જોવા મળશે. કોઈ ચોક્કસ મિશનને લઈને ફાઈટ થઈ રહી છે પણ આખરે મિશન શું છે એ ફિલ્મનો કોર પાર્ટ છે. સ્પાઈ થ્રિલર ફિલ્મ સંપૂર્ણ રીતે વુમન સેન્ટ્રીક છે. આ ફિલ્મમાં બોબી દેઓલની સાથે અનિલ કપૂર પણ અલગ અંદાજમાં જોવા મળશે. ફિલ્મનું દમદાર ટ્રેલર સામે આવ્યા બાદ લોકો એક અંગ્રેજી ફિલ્મને યાદ કરવા લાગ્યા હતા. જોવાનું એ છે કે આલિયાનો એક્શન અવાતર ફેન્સને ગમે છે કે નહીં.
રિલીઝ ડેટઃ 3 જુલાઈ 2026

'બેબી ડુ ડાઈ ડુ'
હુમા કુરેશીની એક્શન ડ્રામા ફિલ્મ 'બેબી ડુ આઈ ડુ' આવી રહી છે. ફિલ્મની નાનકડી ઝલક સામે આવી છે, જેમાં હુમા બેક ટુ બેક ફાયરિંગ કરીને હત્યા કરી રહી છે. સામે આવેલા ટ્રેલર પરથી સ્ટોરી શું છે અને ફિલ્મનો મુખ્ય પ્લોટ શું છે એની ખાસ કોઈ રીતે જાણ થતી નથી. એટલી વાત સ્પષ્ટ થાય છે કે ફિલ્મ ક્રાઈમ થ્રિલર વીથ ડ્રામા છે. આ ફિલ્મમાં હુમાનો એક અલગ અવતાર જોવા મળશે. આ ફિલ્મમાં વુમન પાવરફૂલ પોઈન્ટ સ્પષ્ટ જોવા મળશે.
રિલીઝ ડેટઃ 3 જુલાઈ 2026

'નાગબંધમ'
વિરાટ કર્ણા અને નાભા નતેશની ફિલ્મ 'નાગબંધમ' આવી રહી છે. આ એક માઈથોલોજીકલ ફિલ્મ છે. ફિલ્મનો પ્લોટ ધાર્મિક છે અને શિવ એના કેન્દ્રમાં હોય એવું લાગી રહ્યું છે. શિવકથાનો કોઈ પ્રસંગ કે અલગ વાર્તા? એ ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવશે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તમિલ, તેલુગુ અને હિન્દીમાં જોવા મળશે. અભિષેક નામાએ આ ફિલ્મ તૈયાર કરી છે. વીએફએક્સ અને જીઆઈ પાત્રોની ભરમાર વચ્ચે વાર્તાને ન્યાય મળે છે કે નહીં એ જોવાનું છે.
રિલીઝ ડેટ: 3 જુલાઈ 2026

'ઈક્કા'
'દામિની' બાદ સન્ની પાજીને વકીલ તરીકે ચમકાવતી ફિલ્મ 'ઈક્કા' આવી રહી છે. આ ફિલ્મમાં એની સાથે રહેમાન ડકૈતનું દમદાર પાત્ર પ્લે કરનાર અક્ષય ખન્ના લીડ રોલમાં છે. ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા છે અને સ્ટોરી એક મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ રહી છે. આ ફિલ્મની વાર્તાએ અત્યારથી ચર્ચા શરૂ કરી દીધી છે. 'બોર્ડર-2' બાદ સન્ની પાજીની આ વધુ એક બિગ બજેટ ફિલ્મ છે. જ્યારે 27 વર્ષ બાદ અક્ષય ખન્ના અને સન્ની પાજી એક જ સ્ક્રિન પર જોવા મળશે. આ પહેલા તેઓ 'બોર્ડર'ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.
રિલીઝ ડેટઃ 10 જુલાઈ 2026

'ધમાલ-4'
ડાયરેક્ટર ઈન્દ્ર કુમારની કોમેડી ફિલ્મ 'ધમાલ-4' આવી રહી છે. જેમાં અજય દેવગનનો વધુ એક કોમેડી આવતાર જોવા મળશે. આ ફિલ્મમાં જે જુના પાત્રો હતો એ જ રીપિટ થઈ રહ્યા છે પણ સંજુબાબાના બદલે અજય દેવગને એન્ટ્રી કરી છે. આ સિવાય ઈશા ગુપ્તા, સંજીદા શેખ અને અંજલી આનંદ લીડ રોલ પ્લે કરી રહ્યા છે. અગાઉની ફિલ્મ 'ધમાલ'ની જેમ આ પણ એક કોમેડી ફિલ્મ છે. ટ્રેલર સામે આવ્યા બાદ ફેન્સ હવે કોમેડીનો વધુ ડોઝ ફીલ કરવાના છે.
રિલીઝ ડેટઃ 10 જુલાઈ 2026

'ઉત્તર દા પુતર'
અન્નુ કપુર, રુખસાર રહેમાન, નિતિન અરોડા અને સમિલ ગુલાટીને ચમકાવતી ફિલ્મ 'ઉત્તર દા પુત્તર' આવી રહી છે. આ ફિલ્મનો પ્લોટ જ્યોતિષી, અંકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર પરનો છે. પહેલીવાર કોઈ અલગ વિષય અને આ પ્રકારના વિષય પર ફિલ્મ આવી રહી છે. ફિલ્મની સ્ટોરી અને વિષય એ તો ફિલ્મ આખી જોયા બાદ ખ્યાલ આવશે. પણ એક લાંબા સમયના બ્રેક બાદ અન્નુ કપુર ફિલ્મી પદડે આવી રહ્યા છે, ફિલ્મની દુનિયાના એન્સાઈક્લોપેડિયા ગણાતા કલાકાર ફરીવાર બિગ સ્ક્રિન દેખાશે.
રિલીઝ ડેટઃ 24 જુલાઈ 2026

'ધ ઈન્ડિયા સ્ટોરી'
ફિલ્મ નિર્માતા ચેતન ડી.કે.ના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ 'ધ ઈન્ડિયા સ્ટોરી' આવી રહી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની વાર્તા અને ટીઝરના કેટલાક સીનને લઈને ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ ચર્ચામાં છે. કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડે આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે. કોર્પોરેટ સ્કેમ અને ખાદ્ય સુરક્ષાના માપદંડમાં ચાલી રહેલી ગેરરીતિની પોલ ખોલતી ફિલ્માં એક્શન છે, ડ્રામા છે. કોર્ટ રૂમ સુધીના સીન છે અને કાજલ અગ્રવાલની ધારદાર દલીલ પણ છે.
રિલીઝ ડેટઃ 24 જુલાઈ 2026