ચેસ્ટર-લી-સ્ટ્રીટઃ ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટી-20 (T20) સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે વૈભવ સૂર્યવંશીને ઇલેવનમાં ન સમાવવાનો ભારતીય ટીમ મૅનેજમેન્ટનો અભિગમ આયરલૅન્ડ બાદ હવે ઇંગ્લૅન્ડ સામે પણ જાળવી રાખવામાં આવ્યો છે.
Harry Brook after the toss:
— @SportsVerdictHD (@SportsVerdictHD) July 1, 2026
"We would've bowled first, but we're happy with the result. It looks like a really good wicket."
England are set to chase after India elected to bat first in the 1st T20I. #ENGvIND #INDvsENG #HarryBrook #EnglandCricket pic.twitter.com/VveKSlxbRQ
ભારતે આયરલૅન્ડમાં તેને બેમાંથી એકેય મૅચમાં ન રમાડ્યો અને ભારત નબળી બૅટિંગને કારણે બેઉ મૅચ હાર્યું અને આયરલૅન્ડે ભારતનો 2-0થી ઐતિહાસિક વાઇટવૉશ કર્યો હતો.
England haven't beaten India in a men's bilateral series since 2019
— Cricbuzz (@cricbuzz) June 30, 2026
Can India keep this unbeaten streak going?#ENGvIND pic.twitter.com/SsM1Rk3xiP
દરમ્યાન ઇંગ્લૅન્ડ સામેની ભારતની પ્લેઇંગ ઇલેવન આ મુજબ છેઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), સંજુ સૅમસન, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હર્ષિત રાણા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
ઇંગ્લૅન્ડની ટીમમાં હૅરી બ્રૂક (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, જૉસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટૉમ બૅન્ટન, સૅમ કરૅન, વિલ જૅક્સ, લિઆમ ડૉસન, આદિલ રાશીદ, લ્યૂક વૂડ અને સાકિબ મહમૂદ.