અર્લિંગ્ટનઃ આ વર્લ્ડ કપમાં તમે જ્યારે પણ યુરોપના દેશ નોર્વેની મૅચ જોઈ હશે ત્યારે કોઈને કોઈ તબક્કે તમને એના ચાહકોના `વાઇકિંગ રૉ' નામના સેલિબે્રશનની ઝલક જરૂર જોવા મળી હશે. તેમની આ પ્રકારની ઉજવણી માત્ર ફૂટબૉલના મેદાન પર નહીં, ન્યૂ યૉર્કના માર્ગો પર પણ ધૂમ મચાવી રહી છે.
મંગળવારે (ભારતીય સમય મુજબ મધરાત બાદ) નોર્વે (Norway)એ આઇવરી કોસ્ટને 2-1થી હરાવ્યું અને પહેલી વખત ફિફા વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચ જીતી લીધી ત્યાર બાદ આ વિજયની ઉજવણી `વાઇકિંગ રૉ' સ્ટાઇલમાં થઈ હતી. આ ઉજવણીની આગેવાની બે ખેલાડી અર્લિંગ હાલૅન્ડ અને માર્ટિન ઑડેગાર્ડે લીધી હતી.
Erling Haaland and Martin Ødegaard lead the Viking Row at the World Cup in Dallas pic.twitter.com/ybWDwh0lfc
— Fox News (@FoxNews) June 30, 2026
`વાઇકિંગ રૉ' શું છે?
`વાઇકિંગ રૉ' (Viking Row) સ્ટાઇલમાં (આ કિસ્સામાં નોર્વેના ખેલાડીઓ)એ મેદાન પર બેસીને તેમ જ સ્ટેડિયમમાં ચાહકોએ સ્ટૅન્ડમાં પોતાની જગ્યાએ બેઠાં રહીને ડ્રમના તાલે અને અનાઉન્સરની `રૉ' બૂમ સંભળાતા જ હલેસાથી બોટને આગળ લઈ જતા હોય એ સ્ટાઇલમાં બેઠાં-બેઠાં જ પોતાના શરીરને આગળ અને પાછળ મૂવ કર્યું હતું. વાઇકિંગ યુગની આધુનિક નોર્વેના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા રહી છે. આઠમીથી અગિયારમી સદી દરમ્યાન ચાંચિયાઓ, વેપારીઓ, સંશોધકો અને શાસકોનું યુરોપના કેટલાક સ્થળોમાં રાજ હતું અને તેઓ વાઇકિંગ તરીકે ઓળખાતા હતા.
`વાઇકિંગ રૉ'ને લોકો સુધી પહોંચાડવાની શરૂઆત ઑલે ફ્રૉયસ્ટેડે કરી હતી અને વર્લ્ડ કપ એવી ફલક છે જ્યાં આ પ્રકારની ઉજવણીનો બહુ જલદી પ્રસાર થઈ શકે એમ હતો એટલે નોર્વેના ખેલાડીઓએ પહેલી જ જીતથી એનો આરંભ કરી દીધો હતો. નોર્વેની હવે બ્રાઝિલ સામે રવિવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલની મૅચ છે અને ત્યારે નોર્વે જીતશે તો ફરી એક વાર આ પ્રકારનું સેલિબે્રશન જોવા મળશે.