Tue Oct 13 2026

Logo

અમદાવાદમાં કોમન વેલ્થ ગેમને લઇને તૈયારીઓ શરૂ, મોટેરામાં રોડ પહોળો કરવા દબાણો દૂર કરાયા...

2026-10-13 17:00:49
Author: Chandrakant Kanoja
અમદાવાદમાં કોમન વેલ્થ ગેમને લઇને તૈયારીઓ શરૂ, મોટેરામાં રોડ પહોળો કરવા દબાણો દૂર કરાયા...

AI (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદ: અમદાવાદમાં યોજાનારી આગામી કોમન વેલ્થ ગેમને લઇને શહેરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં કોર્પોરેશન દ્વારા શહેરના રસ્તાઓ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને 61 મીટર પહોળો કરવા રોડ પરના 75 રહેણાંક દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. 

અગાઉ 66 કોમર્શિયલ મિલકતોને તોડી પાડવામાં આવી હતી

આ અંગે મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી એક કિલોમીટરના રોડ પરના દબાણો  જેસીબી અને અન્ય સાધનોની મદદથી દૂર કરવામાં આવી રહ્યા છે. તેમજ આ દબાણ દૂર કર્યા બાદ તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો ફાળવવામાં આવશે. સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાના રોડ 18 મીટરના રોડને 61 મીટર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 165થી વધારે કોમર્શિયલ અને રહેણાંક મિલકત આવી હતી જે અંતર્ગત અગાઉ 66 કોમર્શિયલ મિલકતોને તોડી પાડવામાં આવી હતી. હવે રહેણાંક મિલકતોને તોડી પાડવામાં આવી છે.

રોડને 61 મીટર પહોળો કરાશે 

અમદાવાદ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ  સાબરમતી  ટોલનાકાથી લઈને ડી માર્ટની સામેના રોડને 61 મીટર પહોળો કરવાનો હોવાના પગલે રોડ પર 100થી વધુ રહેણાંક મકાનો આવ્યા છે. જેમાં અત્યારે 75 મકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી હતી.