Tue Oct 13 2026

Logo

અમદાવાદમાં દિવાળી પૂર્વે કોર્પોરેશન એક્શનમાં, શાહપુરમાં મંજૂરી વિના ચાલતી ફટાકડાની 7 દુકાનો સીલ

2026-10-13 17:09:38
Author: Chandrakant Kanoja
અમદાવાદમાં દિવાળી પૂર્વે કોર્પોરેશન એક્શનમાં, શાહપુરમાં મંજૂરી વિના ચાલતી ફટાકડાની 7 દુકાનો સીલ

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશને ગેરકાયદે અને ફાયર સેફટીના નિયમોને નેવે મૂકીને ફટાકડાનું વેચાણ કરતી દુકાનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દિવાળીના તહેવારો નજીક આવતા શાહપુર વિસ્તારમાં મંજૂરી વિના ચાલતી 7 દુકાનોને એસ્ટેટ અને ફાયર બ્રિગેડની ટીમે સીલ કરી દીધી હતી. જેના  પગલે ગેરકાયદે ફટાકડાનો વેપાર કરતા વેપારીઓ  ફફડાટ વ્યાપી ગયો છે.

લાયસન્સ વગર ફટાકડાનો મોટો જથ્થો મળ્યો 

આ અંગે મળતી માહિતી મુજબ જાહેર સલામતીને ધ્યાનમાં કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શાહપુરના મુખ્ય બજાર અને રહેણાંક સોસાયટીઓ નજીક આવેલી દુકાનોમાં કોઈપણ જાતના લાયસન્સ વગર ફટાકડાનો મોટો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.તેની બાદ  તંત્રએ તાત્કાલિક ધોરણે  7 દુકાનોને સીલ મારી દીધી હતી. 

આગામી દિવસોમાં પણ આવી જ  કાર્યવાહી હાથ ધરવામાં આવશે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાલુપુર બાદ હવે શાહપુરમાં પણ આવી જ કડક કાર્યવાહી હાથ ધરાતાં કોટ વિસ્તારના ફટાકડા બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત એએમસીએ તમામ નાના-મોટા વેપારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. તેમજ રહેણાંક વિસ્તારોમાં કે યોગ્ય સુરક્ષા સાધનો વિના ફટાકડાનો વેપાર કરવો કાયદાકીય ગુનો બને છે.તેમજ આગામી દિવસોમાં પણ આવી જ  કાર્યવાહી હાથ ધરવામાં આવશે.