Wed Sep 16 2026

Logo

અભિજીત દીપકે અંગે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ, વિરોધીઓએ ગણાવ્યું 'હાસ્યાસ્પદ'

2026-07-28 21:20:25
Author: Mumbai Samachar Team
અભિજીત દીપકે અંગે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ, વિરોધીઓએ ગણાવ્યું 'હાસ્યાસ્પદ'

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અભિજીત દીપકેને ભગવાન વિષ્ણુના અવતાર ગણાવ્યા હતા. આ વીડિયો જોત જોતામાં વાયરલ થઈ જતાં તેઓ સોશિયલ મીડિયા પર હાંસીનું પાત્ર પણ બન્યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા તજિન્દર બગ્ગાએ હસતા ઇમોજી સાથે ઠાકરેનો વીડિયો શેર કર્યો.

દીપકે અને વિરોધીઓની ભગવાન વિષ્ણુ સાથે સરખામણી કરતી ઠાકરેની ટિપ્પણી પર તીવ્ર રાજકીય પ્રતિક્રિયાઓ આવી હતી. અમુક સમર્થકોએ પ્રશંસાનું સ્વાગત કર્યું જ્યારે ભાજપના નેતાઓ અને ટીકાકારોએ આ સરખામણીની મજાક ઉડાવી.

તેમણે કહ્યું કે NEET પેપર લીક અને શિક્ષણ પ્રણાલીમાં કથિત અનિયમિતતાઓ અંગે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન તેમના નેતૃત્વએ ભારતીય લોકશાહીમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. તેમની પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત પાર્ટીના વરિષ્ઠ સાંસદ સંજય રાઉત સાથેની મુલાકાતમાં ઠાકરેએ દેશભરમાં હજારો યુવાનોને એકત્ર કરવા બદલ દિપકેકની પ્રશંસા કરી હતી, આ આંદોલન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામામાં પરિણમ્યું હતું.

તેમણે કહ્યું કે CJP ના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનોએ "લોકશાહીને ઓક્સિજન આપ્યો" હતો, જે તેમણે "લગભગ મૃત્યુ પામી રહી હતી" એવો દાવો કર્યો હતો અને દલીલ કરી હતી કે આ આંદોલન ફક્ત NEET પેપર લીક પરના ગુસ્સા કરતાં વધુ રજૂ કરે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે "વિષ્ણુએ લોકોનું રૂપ ધારણ કર્યું છે. મેં તેને જંતર-મંતર પર જોયું. આ વિષ્ણુ અવતાર છે દેશ અને ધર્મને બચાવવા માટે. માનવતાના ધર્મનું રક્ષણ યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે જે રસ્તાઓ પર ઉતર્યા છે,"  

તેમણે કહ્યું કે જો જનતાનો ગુસ્સો દૂર ન થાય તો તે મોટા આંદોલનમાં ફેરવાઈ શકે છે. "એક ચિનગારી ક્રાંતિમાં ફેરવાઈ શકે છે. જો સમયસર સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એકવાર આ યુવાનો રસ્તા પર ઉતરી જાય, પછી તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેઓ અટકશે નહીં," ઠાકરેએ જણાવ્યું હતું. જોકે, ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ 'મુંબઈ સમાચાર' આ સમાચારની સત્યતાની પુષ્ટિ કરતું નથી.