Tue Jan 27 2026

Logo

White Logo

સુનીતા વિલિયમ્સે NASA માંથી નિવૃત્તિ લીધી! 27 વર્ષની કારકિર્દીમાં મેળવી આ શાનદાર સિદ્ધિઓ...

washington dc   6 days ago
Author: Savan Zalariya
Video

NASA astronaut Sunita Williams


વોશિંગ્ટન ડી સી: ભારતીય મૂળના યુએસ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની ઝળહળતી કારકિર્દી બાદ નાસામાંથી નિવૃત્તિ લીધી છે. નાસાના અધિકારીના જણાવ્યા મુજબ 27 ડિસેમ્બર 2025 ના રોજ સુનિતા નિવૃત્તિ લીધી હતી, આ અંગે સુનીતા વિલિયમ્સ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ત્રણ મિશન પૂર્ણ કર્યા અને સમાનવ અવકાશ યાત્રામાં સંખ્યાબંધ રેકોર્ડ બનાવ્યા છે.

નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમે એક નિવેદનમાં જણાવ્યું, "હ્યુમન સ્પેસ ફ્લાઈટમાં સુનિતા વિલિયમ્સ એક અગ્રણી નામ રહ્યું છે, સ્પેસ સ્ટેશન પર તેમની આગેવાની હેઠળ થયેલા સંશોધનોએ ભવિષ્યને આકાર આપ્યો છે.”

NASA chief: Jared Isaacman Joe Skipper/Reuters

જેરેડ આઇઝેકમે કહ્યું, "વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે તેમના કાર્યથી ચંદ્ર પર આર્ટેમિસ મિશન અને મંગળ તરફના મિશનનો પાયો નખાયો. તેમણે મેળવેલી અસાધારણ સિદ્ધિઓ આવતી પેઢીઓને સપના જોવા અને સીમાઓને આગળ વધવા માટે પ્રેરણા આપતી રહેશે. નિવૃત્તિ બદલ અભિનંદન, અને નાસા અને આપણા રાષ્ટ્ર પ્રત્યેની તમારી સેવા બદલ આભાર."

સુનિતા વિલિયમ્સે નોંધાવ્યા રેકોર્ડ્સ:
સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ 608 દિવસ વિતાવ્યા છે, નાસા તરફથી જે સૌથી વધુ સમય આવકાશમાં વિતાવવા મામલે સુનિતા વિલિયમ્સ બીજા ક્રમે છે. 

સુનિતા વિલિયમ્સે કુલ નવ સ્પેસવોક કર્યા જેમાં તેમણે કુલ 62 કલાક અને 6 મિનિટ વિતાવ્યા, જે કોઈ મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસવોક ટાઈમ છે, એકંદરે સ્પેસવોક ટાઈમ મામલે તેઓ ચોથા ક્રમે છે

27 વર્ષની ઝળહળતી કારકિર્દી:
સુનિતા વિલિયમ્સનું પહેલું મિશન ડિસેમ્બર 2006 શરુ થયું હતું. સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા અવકાશમાં ગયા હતાં અને સ્પેસ શટલ એટલાન્ટિસ દ્વારા પૃથ્વી પર પરત ફર્યા હતાં. એક્સપિડિશન 14 અને 15 દરમિયાન, સુનિતાએ ફ્લાઇટ એન્જિનિયર તરીકેની ભૂમિકા ભજવી, એક જ મિશન દરમિયાન ચાર સ્પેસવોક પૂર્ણ કર્યા, જે એક રેકોર્ડ છે.

વર્ષ 2012માં સુનિતા વિલિયમ્સે એક્સપિડિશન 32 અને 33 ના ભાગ રૂપે 127 દિવસ અવકાશમાં રહ્યા. એક્સપિડિશન ૩૩ માટે તેમણે કમાન્ડરની ભૂમિકા ભજવી. આ દરમિયાન, સુનિતાએ સ્ટેશન પર રેડિએટર લીકને ઠીક કરવા અને સૌર એરે સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાવર સિસ્ટમ પાર્ટ્સને બદલવા માટે ત્રણ સ્પેસવોક કર્યા.

મુશ્કેલીઓથી ભરેલી છેલ્લી અવકાશ યાત્રા:
સુનિતા વિલિયમ્સનું છેલ્લી અવકાશયાત્ર ખુબજ મુશ્કેલ રહી. અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે ISS પર 10 દિવસ માટેનું મિશન સાડા નવ મહિના સુધી લંબાયું હતું, જે કોઈ અમેરિકન દ્વારા છઠ્ઠી સૌથી લાંબી અવકાશ યાત્રા તરીકે નોંધાઈ. આ મિશન દરમિયાન તેમણે બે સ્પેસવોક પૂર્ણ કર્યા અને માર્ચ 2025 માં સ્પેસએક્સ ક્રૂ-9 મિશન દ્વારા પૃથ્વી પર પાછા ફર્યા હતાં