Wed Sep 02 2026

Logo

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચના વિવાદ બાદ સિટ રચવા મેયરનો આદેશ

2026-06-29 18:39:51
Author: Pooja Shah
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચના વિવાદ બાદ સિટ રચવા મેયરનો આદેશ

અમદાવાદઃ રાજકોટમાં ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન સમયે વિવાદ જાગ્યો હતો ત્યારે ફરી ડિમોલિશન દરમિયાન કરવામાં આવેલો ખર્ચ વિવાદના કેન્દ્રમાં આ આવ્યો છે. આ વિવાદ વકર્યા બાદ રાજકોટના મેયર ડો. નેહલ શુકલએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો આદેશ મનપા કમિશનરને આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

મેયર ડો.નેહલ શુક્લએ શહેર ભાજપ પ્રમુખ માધવ અને સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયાની હાજરીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી અને જણા્વયું હતું કે જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચના વિવાદને ઉકેલવા માટે ખાસ તપાસ કમિટી રચવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિમોલિશનમાં રૂ. 3 કરોડનો ખર્ચ થયો હોવાનું પબિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વિસ્તારના લગભગ 1500 જેટલા કાચાપાકા મકાનો તોડી પડાયા હતા. જેમા ભોજન, નાસ્તા, લીંબુપાણી વગેરેના રૂ. 27.20, વીડિયોગ્રાફીના રૂ. 24 લાખ અને પીવાના પાણી સહિતના ખર્ચના રૂ. 23 લાખનો સમાવેશ થાય છે. 

ભોજનમા કાજૂકતરી અને ખજૂર રોલ પિરસાયાનું બહાર આવ્યું હતું, તેમ જ પાણીની જે બોટલ જથ્થાબંધ ભાવમાં રૂ. અઢી કે ત્રણમાં મળે તેના આઠ રૂપિયા લેખવામાં આવ્યા હોવાના અહેવાલો હતા. આ સાથે વીડિયોગ્રાફી માટે રૂ. 24 લાખનું બિલ મૂકાયુ હતું. આ તમામ મામલે કૉંગ્રેસે ભારે ટીકા કરી હતી અને સિટ દ્વારા તપાસની માગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની નવી રચાયેલી મનપા નાસિરનગરના ડિમોલિશન મામલે ચર્ચાનો વિષય બની છે અને કોર્ટે પણ તેમને ઝાટકી છે ત્યારે રાજકોટ મનપા ડિમોલિશનના ખર્ચ મામલે વિવાદમાં આવી છે.