Thu Jun 11 2026

Logo

રાહુલ દ્રવિડના પુત્રનો ભારતની આ ટીમમાં સમાવેશ! : એક ગુજરાતી ખેલાડી પણ સામેલ

2026-06-11 16:42:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ આગામી જુલાઈમાં ભારતની જે મેન્સ અન્ડર-19 ટીમ ત્રણ વન-ડે તેમ જ એક કરતાં વધુ દિવસવાળી બે મૅચ રમવા માટે શ્રીલંકા (SriLanka)ના પ્રવાસે જશે અને એ ટીમમાં ભારતના ક્રિકેટ-લેજન્ડ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ (Anvay Dravid) તેમ જ કેટલાક ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ છે.

અન્વય રાહુલ દ્રવિડ 17 વર્ષનો છે. તે વિકેટકીપર-બૅટ્સમૅન છે અને અફઘાનિસ્તાન-એ ટીમ સામે એક મૅચ રમી ચૂક્યો છે જેમાં તેણે બે કૅચ ઝીલ્યા હતા.

શ્રીલંકાના પ્રવાસ માટેની અન્ડર-19 ટીમનું નેતૃત્વ યશબર્ધન સિંહ ચૌહાણ સંભાળશે અને લક્ષ્ય રાયચંદાની ટીમનો વાઇસ-કૅપ્ટન છે. આ પ્રવાસમાં શ્રીલંકા અન્ડર-19 ટીમ સામે જે વન-ડે સિરીઝ રમાશે એની ટીમમાં અન્વય દ્રવિડને સમાવવામાં આવ્યો છે. કાવ્ય પરેશ પટેલ નામના ગુજરાતી ખેલાડીને બન્ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતની અન્ડર-19 વન-ડે ટીમઃ યશબર્ધન સિંહ ચૌહાણ (કૅપ્ટન), લક્ષ્ય રાયચંદાની (ઉપ-કૅપ્ટન), સાગર વિર્ક, વિનીત વીકે, અર્જુન રાજપૂત, કુશાગ્ર ઓઝા, રજત બાઘેલ (વિકેટકીપર), અન્વય રાહુલ દ્રવિડ (વિકેટકીપર), અનમોલજીત સિંહ, વુતકુરી યશવીર ગૌડ, રોહિત યાદવ, શવિન વી., કાવ્ય પરેશ પટેલ, મોહિત ઉલવા અને ઇશાન સૂદ.

મલ્ટિ-ડે મૅચો માટેની અન્ડર-19 ટીમઃ યશબર્ધન સિંહ ચૌહાણ (કૅપ્ટન), લક્ષ્ય રાયચંદાની (ઉપ-કૅપ્ટન), સાગર વિર્ક, કુશ પટેલ, મનાલ ચૌહાણ, કુશાગ્ર ઓઝા, માનવ ક્રિષ્ના (વિકેટકીપર), આર્યન સંદેશ સકપાલ (વિકેટકીપર), હેમચુડેશન જે., બીકે કિશોર, રોહિત યાદવ, કાવ્ય પરેશ પટેલ, પ્રિયાંશુ સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર અને ચિગુરુપતિ વેન્કટ.