બેઈજિંગઃ ભારતમાં નીટનું પેપર લિક થતા દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આરોપીઓને પકડવા માટે તપાસ એજન્સીઓએ આકાશ-પાતાળ એક કરી દીધા હતા. આ મામલે પૂછપરછનો ધમધમાટ પણ ચાલ્યો પણ આ વિવાદમાં હવે ચીને ભારતને ટોણો માર્યો છે. ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત ચીનના દૂતાવાસે દાવો કર્યો હતો કે, 1.3 કરોડ ચીનના વિદ્યાર્થીઓએ ગાઓકાઓની પરીક્ષા વગર વિવાદે આપી દીધી છે. આ પરીક્ષામાં કોઈ પ્રકારનો છબરડો થયો નથી. ગાઓકાઓને દુનિયાની સૌથી મોટી કસોટી માનવામાં આવે છે, જેમાં ચીનના કરોડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.
શું બોલી ગયા ચીનના પ્રવક્તા?
દૂતાવાસ પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્સ એક્સ પર ચીનની એજ્યુકેશન સિસ્ટમના વખાણ કર્યા હતા. પરીક્ષા પદ્ધિત માટે ખોબલે ખોબલે દાદ આપી હતી. અહીંયા સુધી બધુ બરોબર હતી. આ પછી તેમણે ચીનની પરીક્ષા મેનેજમેન્ટ શૈલીની તુલના ભારતની JEE અને NEET સાથે કરી નાંખી. ચીનની ગાઓકાઓ દુનિયાની સૌથી મોટી પરીક્ષા છે અહીંયા NEET અને JEE. બન્નેનું સ્વરૂપ સરખું છે. માત્ર બે દિવસમાં 1.3 કરોડ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું બેસ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. ચીનમાં આ પરીક્ષા સફળતાપૂર્વક લેવાઈ ગઈ છે અને પેપર પૂરા થઈ ગયા છે. પરીક્ષા સંબંધિત લોજીસ્ટિક સર્વસના પણ વખાણ કરવામાં આવ્યા હતા.
આવી રીતે લેવાય છે પરીક્ષા
પ્રવક્તાએ ઉમેર્યું કે, આ પરીક્ષા માટે ઉદ્યોગોનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. રસ્તા પરની અવરજવર શાંત કરી દેવાઈ હતી. વિદ્યાર્થીઓની કસોટી સાથે સમગ્ર દેશે સમર્થન આપ્યું હતું. ચીનના અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં પરીક્ષાનું આયોજન અનેક વખત વિવાદે ચડ્યું છે. 3 મેના દિવસે લેવાયેલી નીટની પરીક્ષાનું પેપર લીક થઈ જતા દેશભરમાં હંગામો થયો હતો. મોટી સંખ્યામાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન માટે વિદ્યાર્થી સંગઠનો ઊતરી પડ્યા હતા. પરીક્ષા મેનેજમેન્ટ ટીમ સામે પ્રશ્નો ઊભા થયા હતા. હવે આ પરીક્ષા 21 જુનના રોજ લેવાઈ રહી છે. ચીનના અધિકારીએ ડાયરેક્ટ કોઈ નામનો ઉલ્લેખ કરવાના બદલે ઈશારામાં જ ટોણો મારી દીધો.
ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ
પણ જે મેનેજમેન્ટની વાત કરી એ એજ્યુકેશન અને ઈકોસિસ્ટમ પર લાગુ પડે છે. જેને તુલનાના સ્વરૂપમાં જોઈ શકાય એમ છે. ભારતમાં દર વર્ષે નીટ અને JEE ની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. નીટ માટે વાર્ષિક 20 લાખ વિદ્યાર્થીઓ દેશભરમાંથી અને JEE માટે આશરે 15 લાખ વિદ્યાર્થીઓ દેશભરમાંથી કસોટી આપે છે. પણ ચીનમાં કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન માટે એક જ પરીક્ષા ગાઓકાઓ લેવામાં આવે છે. ભારતની બન્ને પરીક્ષાને ભેગી કરવામાં આવે તો ગાઓકાઓ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય છે. ચીનમાં રહેતા કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં આ પરીક્ષાનું સૌથી વધારે મહત્ત્વ છે.
ઉત્તમ વ્યવસ્થા
આ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ આખું વર્ષ મહેનત કરે છે. ચીનની એજ્યુકેશન સિસ્ટમ આ માટે પરિણમલક્ષી પગલાં લે છે. પરીક્ષાની આસપાસ ટ્રાફિક ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને લઈ જવા લઈ આવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અવાજ ન થાય એ માટે અનેક એવી ફેક્ટરીઓમાં કામકાજ રોકી દેવામાં આવે છે. ખાસ કરીને મેનેજમેન્ટને લઈને આ પરીક્ષાનો અનેક એવી યુનિવર્સિટીએ અભ્યાસ કરેલો છે. સુરક્ષા વ્યવસ્થાથી લઈને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સુધી ઉત્તમ તૈયારીઓ સાથે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે.