Thu Jun 11 2026

Logo

ફિફા વર્લ્ડ કપ જીતનારી ટીમને મળશે આટલા કરોડ રૂપિયા...

New Jersey   2026-06-10 22:47:01
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ જર્સીઃ 11મી જૂનથી 19મી જુલાઈ સુધી ચાલનારા 48 દેશ વચ્ચેના ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપમાં વિજેતાપદ મેળવનારી ટીમને ફિફા તરફથી 50 મિલિયન ડૉલર (476 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ (prize money) આપવામાં આવશે. રનર-અપ ટીમને 33 મિલિયન ડૉલર (314 કરોડ રૂપિયા) મળશે. ત્રીજા નંબર પર આવનારી ટીમને 29 મિલિયન ડૉલર (276 કરોડ રૂપિયા) મળશે.

આ વખતે સૌથી વધુ 48 દેશની ટીમ ભાગ લઈ રહી છે. ફિફા દ્વારા પ્રાઇઝ-મનીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, કારણકે તુલનામાં છેલ્લે (2022ના) કતાર વર્લ્ડ કપમાં 440 મિલિયન ડૉલરના ઇનામો અપાયા હતા, જ્યારે આ વખતે 655 મિલિયન ડૉલર (6,240 કરોડ રૂપિયા)ના ઇનામ આપવામાં આવશે. હંમેશની માફક આ વખતે પણ સેમિ ફાઇનલની પરાજિત ટીમોથી માંડીને છેક લીગ સ્ટેજ સુધીની ટીમોને પણ કરોડો રૂપિયાના ઇનામ અપાશે.

કયા ગ્રૂપમાં કઈ ટીમ?

ગ્રૂપ-એઃ મેક્સિકો, સાઉથ આફ્રિકા, ચેક રિપબ્લિક, સાઉથ કોરિયા

ગ્રૂપ-બીઃ કૅનેડા, બોસ્નિયા, કતાર, સ્વિટ્ઝરલૅન્ડ

ગ્રૂપ-સીઃ બ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કૉટલૅન્ડ

ગ્રૂપ-ડીઃ અમેરિકા, પારાગ્વે, ઑસ્ટ્રેલિયા, તૂર્કી

ગ્રૂપ-ઇઃ જર્મની, ક્યૂરસૉ, આઇવરી કોસ્ટ, ઇક્વેડોર

ગ્રૂપ-એફઃ નેધરલૅન્ડ્સ, જાપાન, સ્વિડન, ટ્યૂનિશિયા

ગ્રૂપ-જીઃ બેલ્જિયમ, ઇજિપ્ત, ઇરાન, ન્યૂ ઝીલૅન્ડ

ગ્રૂપ-એચઃ સ્પેન, કેપ વર્ડે, સાઉદી અરેબિયા, ઉરુગ્વે

ગ્રૂપ-આઇઃ ફ્રાન્સ, સેનેગલ, ઇરાક, નોર્વે

ગ્રૂપ-જેઃ આર્જેન્ટિના, અલ્જિરિયા, ઑસ્ટ્રિયા, જોર્ડન

ગ્રૂપ-કેઃ પોર્ટુગલ, કૉન્ગો, ઉઝબેકિસ્તાન, કોલમ્બિયા

ગ્રૂપ-એલઃ ઇંગ્લૅન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા

પહેલા બે દિવસ કોની મૅચ?

ગુરુવારેઃ મેક્સિકો વિ. સાઉથ આફ્રિકા

(મધરાત બાદ 12.30)

સાઉથ કોરિયા વિ. ચેક રિપબ્લિક

(શુક્રવારે સવારે 7.30)

શુક્રવારેઃ કૅનેડા વિ. બોસ્નિયા

(મધરાત બાદ 12.30)

અમેરિકા વિ. પારાગ્વે

(શનિવારે સવારે 6.30)

(નોંધઃ પ્રસારણના તમામ ટાઇમિંગ ભારતીય સમય અનુસાર છે)