બેંગલુરુ: કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા અને વરિષ્ઠ નેતા મન્સૂર અલી ખાન બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર એમ. નાગરાજ પણ બિનહરીફ ચૂંટાયા હતા.
માત્ર ચાર જ ઉમેદવારો મેદાનમાં હતા
કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર ચાર જ ઉમેદવારો મેદાનમાં હતા. જેના પરિણામે ચારેય ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. આ પરિણામ સાથે કોંગ્રેસે ફરી એકવાર કર્ણાટકમાં પોતાની મજબૂત રાજકીય સ્થિતિ દર્શાવી છે.
કર્ણાટકમાં કોંગ્રેસની જીત અનેક રીતે મહત્વની
કર્ણાટકમાં કોંગ્રેસની જીત અનેક રીતે મહત્વની છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રાજયસભામાં એન્ટ્રી રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી મહત્વની છે. તેની સાથે વિવાદોમાં સપડાયેલા રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાની એન્ટ્રી પણ જરૂરી હતી. જ્યારે મન્સૂર અલી ખાનની ચૂંટણીને સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવાની પાર્ટીની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. તેમજ રાજ્યસભાના સંખ્યાબળની રીતે પણ આ મહત્વની જીત માનવામાં આવે છે.
ભાજપના એમ. નાગરાજ પણ બિનહરીફ વિજેતા
જ્યારે કર્ણાટકમાં ભાજપના ઉમેદવાર એમ. નાગરાજ પણ બિનહરીફ વિજેતા બન્યા છે. કર્ણાટક વિધાનસભામાં તેની સંખ્યાત્મક તાકાતના આધારે ભાજપે એક બેઠક પર દાવો કર્યો હતો.