Thu Jun 11 2026

Logo

હોર્મુઝમાં ભારતીય નાવિકો ટાર્ગેટ! અમેરિકી હુમલામાં ત્રણના મોતથી ઈન્ડિયા-યુએસના સંબંધોમાં આવી શકે 'ખટાશ'?

WASINTON DC   2026-06-11 16:15:37
Article Image

ઓમાનના દરિયાકાંઠે અમેરિકી સેનાએ ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ઓઈલ ટેન્કર પર કર્યો હુમલો, ટ્રમ્પના વલણથી ભારતમાં આક્રોશ

વોશિંગટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે અચાનક શરૂ થયેલા યુદ્ધના કારણે મિડલઈસ્ટમાં તણાવ વધી ગયો છે. અમેરિકા પોતાની શરત મનાવવાના મૂડમાં છે જ્યારે ઈરાન લડી લેવાના મૂડમાં છે. ઈરાન સાથે દુશ્મનાવટ શરૂ થયા પછી અમેરિકાએ ઈરાની જહાજ IRIS દેનાને તેના પર હુમલો કરીને  ડૂબાડી દીધું હતું. આ ઘટનાએ અનેક એવા પ્રશ્નો ઊભા કર્યા, કારણ કે હુમલો ભારતીય જહાજ પર કરવામાં આવ્યો છે, જે ભારતથી પરત ફરી રહ્યું હતું. આ હુમલાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાં ભારત મિત્ર રાષ્ટ્ર (મોદીને દોસ્ત પણ કહે છે) કહીને સંબોધી રહ્યા છે, પરંતુ હવે હોર્મુઝમાં ભારતીયો ટાર્ગેટ થઈ રહ્યા છે, ત્યારે તેના પર ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે.

ઓઈલ ટેન્કર પર હુમલો

આ અઠવાડિયે ઈરાન અમેરિકાનો મામલો રીતે વકર્યો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ભારતીયોને ટાર્ગેટ કરીને હુમલા કરવાના શરૂ કરી દીધા છે, જે ખરેખર યોગ્ય નથી. ત્રણ દિવસની અંદર, અમેરિકન દળોએ ઓમાનના દરિયાકાંઠે બે જહાજો પર હુમલો કર્યો હતો, જેમાં ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટનાઓએ ભારત-અમેરિકા સંબંધો અને ક્વાડ સહયોગ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

ખાસ કરીને હવે ભારત અને અમેરિકાના સંબંધ પર વાત આવીને અટકી છે. બુધવારે 24 ભારતીયને લઈને જઈ રહેલું જહાજ એક ઓઈલ ટેન્કર હતું. જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ ભારતીયોના મોત નીપજ્યાં છે. 

નાવિકનું મૃત્યુ થતા ભારતને શોક લાગ્યો

મૃતકમાં 23 વર્ષના નાવિક આદિત્ય શર્માનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ ભારતમાં અમેરિકા પ્રત્યેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. બે આખલાની લડાઈમાં ઘાસની 'ખો' નીકળી જાય એવો ઘાટ આ યુદ્ધમાં જોવા મળ્યો છે. ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી મનોજ યાદવે અમેરિકાના એ દાવાને ફગાવી દીધા છે જેમાં મેરિવેક્સ અને સેટેબેલો ક્રૂએ આદેશનું પાલન ન કરવાની વાત કરી હતી.

ક્રૂને કોઈ પ્રકારની રેડિયો ચેતવણી મળી નહોતી. મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને નાવિકોની સુરક્ષા અંગે ખાતરી કરવાની વાત કરી છે, સેટેબેલો પરના હુમલા બાદ, 21 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.

ત્રણ દિવસમાં બે વાર ભારતીયો ટાર્ગેટમાં

આ હુમલામાં ત્રણના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના મેરીવેક્સ જહાજ પર થયેલા હુમલાના બે દિવસ પછી બની હતી. જેને લઈને હવે ભારત અને અમેરિકા વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. મેરીવેક્સ જહાજ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકાએ ત્રણ દિવસમાં બે વખત ભારતીયોને નિશાન બનાવ્યા છે.

છતાં ભારતીય ખલાસીઓના મૃત્યુ પર કોઈ દુ:ખ વ્યક્ત કર્યું નથી. શોક વ્યક્ત કરવાને બદલે, ઊલ્ટું યુએસ નેવી તેના કાર્યોને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાની જીદ્દ એ દર્શાવે છે કે શું ક્વાડ સહકાર, IMPDA, IFC-IOR અને ભારત-યુએસ કરારો જેવા માળખા - જે હિંદ મહાસાગર ક્ષેત્ર અને તેની આસપાસના વિસ્તારોને લાગુ પડે છે? જો તેનું મહત્ત્વ હોય તો આવું કેમ?

માફી ન માગી ગર્વ લીધુ

કમર્શિયલ જહાજો પરના હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા, યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ ઘટનાને લઈને વાત કરી છે. એમનું એવું કહેવું છે કે, આ ઘટનાઓમાં ઘણા ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે કમર્શિયલ જહાજો પરના અમેરિકાના હુમલાઓ વિશે ગર્વથી વાત કરી છે.

તેને અમેરિકન સૈન્યની સફળતા ગણાવી દીધી છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે કમર્શિયલ જહાજ મર્સર સ્ટ્રીટ (ટેક્સ્ટમાં સેટેબેલો તરીકે ઓળખાય છે) પર થયેલા હુમલાનો વિરોધ કરવા માટે યુએસ ચાર્જ ડી'અફેર્સ, જેસન મીક્સને સમન્સ ફટકાર્યું છે.  અમેરિકાએ દિલગીરી વ્યક્ત કરવાની કે ભૂલ સ્વીકારવાની પણ તસ્દી લીધી નથી. 

સંબંધમાં ખટાશ પેદા થશે

આવા હુમલાઓ માત્ર ભારત-અમેરિકા સંબંધો માટે હાનિકારક નથી જ નહીં પણ ખટાશ પેદા કરનારા છે. ઈરાનની આસપાસ નાકાબંધી જાળવવામાં અમેરિકા માટે મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે. અમેરિકા પોતાની વાત પર અડગ છે કે, હુમલો કરતા પહેલા રેડિયો ચેતવણી આપવામાં આવી હતી. હકીકત એવી પણ છે કે, કોઈ જ ચેતવણી વગર હુમલો કરી દેવાતા નાવિકોની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી.