Wed Sep 16 2026

Logo

બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાયું, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના રાજીનામાની અટકળો

Dhaka   2026-07-23 17:59:51
Author: Chandrakant Kanoja
બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાયું, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના રાજીનામાની અટકળો

ઢાકા: બાંગ્લાદેશમાં ફરી એકવાર  રાજકારણ ગરમાયું છે. જેમાં શેખ હસીના બાંગ્લાદેશ વાપસીની અટકળો પણ તેજ થઇ છે. ત્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન ટૂંક સમયમાં તેમના પદ પરથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. 

બાંગ્લાદેશ  સંવેદનશીલ રાજકીય સ્થિતી 

હાલમાં બાંગ્લાદેશ  સંવેદનશીલ રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં શેખ હસીના સરકારના પતન બાદ  વચગાળાની સરકારની રચના અને તેની બાદ નવી સરકારની શપથવિધી તેમના સંભવિત પુનરાગમન અંગેની જાહેરાતોનો સમાવેશ થાય છે.

મોહમ્મદ શહાબુદ્દીન એપ્રિલ 2023 માં પાંચ વર્ષ  માટે ચૂંટાયા

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન એપ્રિલ 2023 માં પાંચ વર્ષ  માટે ચૂંટાયા છે. જેમાં જુલાઈ-ઓગસ્ટ 2024 માં વિદ્યાર્થી આંદોલન બાદ તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકારને સત્તા પરથી દૂર કરવામાં આવી હતી. શેખ હસીના 5 ઓગસ્ટ, 2024 ના રોજ ભારત આવ્યા હતા અને ત્યારથી ત્યાં જ રહે છે. 

બીએનપીના એક વરિષ્ઠ નેતાએ રાજીનામાંનો સંકેત આપ્યો

આ  રાજકીય ઉથલપાથલ પછી પણ શહાબુદ્દીન તેમના બંધારણીય પદ પર રહેનારા એકમાત્ર ટોચના અધિકારી છે. હવે, તારિક રહેમાનના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો છે કે રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે, જોકે આ પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.