Sun Jul 26 2026

Logo

ગુજરાતમાં વરસાદનું જોર: 7 જિલ્લામાં ઓરેન્જ અને 11માં યલો એલર્ટ, NDRF SDRF તૈનાત

2026-07-26 08:17:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની છે. હવામાન વિભાગ દ્વારા વાવ થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

સુરક્ષા માટે NDRF અને SDRFની ટીમો તૈનાત

વધારે વિગતે વાત કરવામાં આવે કો, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, વાવ થરાદ, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની સ્થિતિને જોતા સુરક્ષાને ધ્યાને રાખીને NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં 42,158 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં જ તંત્રે કેશ ડોલ્સ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દક્ષિણમાં ભારે વરસાદને કારણે મોટી તારાજી સર્જાઈ છે. 

વલસાડ જિલ્લાના કપરાડામાં 4.84 ઇંચ વરસાદ ખાબક્યો

ગઈકાલની વાત કરવામાં આવે તો.. સવારે 6થી રાતના 10 વાગ્યા સુધીમાં 200થી વધુ તાલુકામાં 1 મી.મી.થી લઈને 5ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે વલસાડ જિલ્લો પ્રભાવિત થયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં 4.84 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ઓગડ તાલુકામાં 3.86 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.