Mon Aug 31 2026

Logo

સેવા તીર્થમાં પહેલી કેબિનેટ બેઠક: PM મોદીએ દેશસેવાનો સંકલ્પ લેતા શું કહ્યું?

2026-02-24 19:16:23
Author: Mayur Patel
સેવા તીર્થમાં પહેલી કેબિનેટ બેઠક: PM મોદીએ દેશસેવાનો સંકલ્પ લેતા શું કહ્યું?

નવી દિલ્હીઃ નવી પીએમ કાર્યાલય સેવા તીર્થમાં આજે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં 140 કરોડ દેશવાસીઓ પ્રત્યે સેવા-ભાવથી પ્રેરિત અને રાષ્ટ્ર નિર્માણમાં વ્યાપક લક્ષ્ય સાથે જોડાયેલું હશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

શું બોલ્યા પીએમ મોદી
આજે યુગાબ્દ 5127, વિક્રમ સંવંત 2082, ફાગણ સુદ આઠમના દિવસે નવનિર્મિત સેવા તીર્થમાં કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી, જ્યાં દેશના વિકાસાર્થે અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા. આ દરમિયાન કેબિનેટે સ્વદેશી વિચારધારા, આધુનિક સ્વરૂપ અને 140 કરોડ દેશવાસીના અનંત સામર્થ્ય પર બેનેલું સેવા તીર્થ રાષ્ટ્રસેવાના કર્તવ્ય યજ્ઞને નિરંતર આગળ વધારશે.

વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો કે, બંધારણીય મૂલ્યો એ નૈતિક પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે, જે શાસનને નાગરિકની ગરિમા, સમાનતા અને ન્યાય સાથે જોડે છે. સેવા તીર્થની કાર્ય-સંસ્કૃતિમાં આ જ ભાવના  હશે, અહીં દરેક નીતિ બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ હશે અને દરેક નિર્ણય દેશવાસીઓની આકાંક્ષાઓ પ્રત્યે ઉત્તરદાયી હશે.

આ બેઠક તથા આ ભવન નવા ભારતના નવનિર્માણની એક સ્પષ્ટ અભિવ્યક્તિ છે. સરકાર દ્વારા નિવેદનમાં જણાવાયું કે આ શરૂઆતની સાથે અમે જેના નિર્માણમાં સદીઓનો શ્રમ લાગ્યો છે તેવા ભવિષ્યનું સ્વાગત કરીએ છીએ. 

સ્વતંત્રતા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ સાઉથ બ્લોકમાં આટલા દાયકા સુધી સરકારોની વિરાસતને સંભાળી અને ભવિષ્યના સપનાં જોયા હતા. આજે આ સેવાતીર્થ તે સંકલ્પનું પરિણામ છે, જે લોકશાહીના જનકના રૂપમાં ભારતના ગૌરવને વધારશે.