Tue Sep 08 2026

Logo

ખાંડમાં આગળ ધપતો ઘટાડોઃ વધુ રૂ. 82થી 150 તૂટ્યા

2026-09-02 19:44:57
Author: Ramesh Gohil
ખાંડમાં આગળ ધપતો ઘટાડોઃ વધુ રૂ. 82થી 150 તૂટ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ
મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતની ખાંડ મિલ પર સરકારી નિયંત્રણોને પગલે એક્સ મિલ ધોરણે ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્ટોકિસ્ટો સહિત રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 92થી 150નો અને મિડિયમ ગે્રડની ખાંડમાં રૂ. 82થી 102નો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ ક્વિન્ટલે રૂ. 100થી 150ની પીછેહઠ જોવા મળી હતી. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં મિલો પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 92થી 150 ઘટીને રૂ. 4700થી 4802 અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 82થી 102 ઘટીને રૂ. 4810થી 5100 આસપાસ ગુણવત્તાનુસાર ધોરણે રહ્યા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ જળવાઈ રહી હતી, પરંતુ મિલો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 100ના ઘટાડા સાથે રૂ. 4600થી 4650માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 150ના ઘટાડા સાથે રૂ. 4650થી 4750માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.