મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદાના પાણીના વધામણા કરવા માટે વડોદરાથી સરદાર પટેલ ડેમ કેવડિયા ખાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન એમની નજર ડભોઇ નજીક નાંદોદી રસ્તાની બાજુના ગંદા વિસ્તારમાં ઉપર પડી હતી અને અધિકારીઓને આ સ્થળે બોલાવીને રિપોર્ટ માગ્યો હતો. કાફલો અટકાવીને ગ્રાઉન્ડ રિપોર્ટ કરવાના આદેશ અંગે મુખ્યમંત્રીએ વિગતવાર ચકાસણી કરી હતી અને વિષય સંબંધિત સવાલ અધિકારીને પણ કર્યા હતા.
શું કહ્યું મુખ્યમંત્રીએ
રાજ્યના સ્વચ્છતા પ્રેમી મુખ્યમંત્રીએ આ અંગે કાર્યક્રમ પૂરો કરી જાતે મુલાકાત લઈને જે તે અધિકારીને કડક શબ્દોમાં સૂચના આપી હતી. આ પછી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને પરસેવો છુટી ગયો હતો. ખાસ કરીને તળાવના બ્યૂટીફિકેશનના પરપોટાઓ જેવી વાત વચ્ચે હકીકત સામે આવતા અધિકારી બેડામાં ટેનશન વાદળો ઘેરાયા હતા. યુદ્ધના ધોરણે મુખ્યમંત્રીએ સૂચવેલી કામગીરી કરવા અંગે દોડધામ મચી ગઈ હતી. ડભોઈ નજીક નાંદોદી રસ્તા ખાતે મુખ્યમંત્રીએ પોતે સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કર્યું અને ટીમ સાથે રાખીને જરૂરી સૂચનાઓ આપી. રસ્તાના કિનારેથી તળાવની સાઈટ સુધી ચાલીને સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા માટેની ટકોર કરી હતી. સમગ્ર મુદ્દે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, જે થયું એ સારૂ થયું.મુખ્યમંત્રીએ સંવેદનશીલ બનીને અધિકારીઓને ટકોર કરી છે.
તાત્કાલિક કામગીરી કરવા આદેશ
વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય બની ચૂકેલા તળાવ અને આસપાસના વિસ્તારની સ્થિતિની જાતે ચકાસણી કરી હતી આ અંગે જે તે અધિકારીઓને સૂચના આપી. ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસ, રિજનલ મ્યુનિસિપલ કમિશ્નર સહિત વિવિધ અધિકારી કર્મચારીઓને તાત્કાલિક આ વિસ્તારની કાયમી સફાઈ કરી નવો પ્રોજેક્ટ બનાવીને સરકારમાં મોકલવા માટેની સૂચના આપી હતી. ડભોઇના નાંદોદી ભાગોળ ખાતે મુખ્ય રસ્તાની બાજુના જ તળાવ છે તથા બાજુમાં ગંદકીનો ઢગ સમાન વિસ્તાર છે. ખાસ કરીને જ્યારે અહીંયાથી પસાર થવામાં આવે એ સમયે ખૂબ જ દુર્ગંધ આવે છે. આવી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી છે. જે વર્ષોથી સ્થાનિકો માટે ગંદકીના સામ્રાજ્ય બન્યો હતો.