Mon Sep 14 2026

Logo

ગુજરાતના ડાકોરમાં રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાશે

2026-09-03 16:59:07
Author: Chandrakant Kanoja
ગુજરાતના ડાકોરમાં રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાશે

અમદાવાદ: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે શુક્રવારે  કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી અને શનિવારે પારણાના ઠાકોરજીના દર્શનના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે.

ડાકોર રોશનીથી શણગારવામાં આવ્યું

આ પ્રસંગે સમગ્ર ડાકોર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ મંદિર પરિસરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તેમજ જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. 

નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિર ગુંજી ઉઠશે 

ડાકોરમાં મધરાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. ત્યારે  મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને જય રણછોડ માખણ ચોરના નાદ થી સાથે ગુંજી ઉઠશે અને લાખો શ્રદ્ધાળુઓ બાળ ગોપાલ લાલજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.