Sat Sep 05 2026

Logo

ફિલ્મ વોન્ટેડમાં સલમાને લીડ એક્ટ્રેસ તરીકે કોનું નામ આપ્યું? પણ પ્રોડ્યુસરે ના પાડી દીધી

2026-09-02 21:36:09
Author: Mumbai Samachar Team
ફિલ્મ વોન્ટેડમાં સલમાને લીડ એક્ટ્રેસ તરીકે કોનું નામ આપ્યું? પણ પ્રોડ્યુસરે ના પાડી દીધી

મુંબઈઃ વર્ષ 2009માં આવેલી સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'વોન્ટેડ' આજે પણ યુવાનોની ફેવરીટ ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે આયશા ટાકિયા જોવા મળી હતી. આ ફિલ્મના પદડા પાછળની વાત એ જાણવા મળી છે કે, આ ફિલ્મમાં સલમાનની ઈચ્છા કેટરિના કૈફને લીડ એક્ટ્રેસ તરીકે લેવાની હતી. આ ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂર હતા. જ્યારે પહેલીવાર વાત સામે આવી એ સમયે સલમાન ખાને કેટરિના કૈફનું નામ સજેસ્ટ કર્યું હતું. પણ બોની કપૂરે આ નામ પર ના પાડી દીધી હતી. 

સાઉથની ફિલ્મની રીમેક

આ ફિલ્મ સાઉથની ફિલ્મ 'પોકિરી'ની હિન્દી રીમેક ફિલ્મ હતી. બોની કપૂરના જણાવ્યા અનુસાર આ ફિલ્મ માટે સલમાન ખાન એકદમ પર્ફોકેટ હતો, રીમેક પર કામ કરતા પહેલા તે સલમાનને સાઉથની એ ફિલ્મ બતાવવા માગતા હતા. પણ બિઝી શેડ્યુલના હિસાબે સલમાન ઓરિજિનલ ફિલ્મનો કોઈ પ્રીવ્યૂ જોઈ શક્યો નહીં. બોની કપૂરે એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મના રાઈટ્સ કોઈ બીજા એક્ટર કે પ્રોડ્યુસરે ખરીદ્યા લીધા હતા. પણ હું પહેલાથી જ 'ગજની' ફિલ્મના રાઈટ્સને ગુમાવી ચૂક્યો હતો.

'પોકિરી'ને ગુમાવવા માગતો ન હતો. પછી સલમાને 'પોકિરી' જોઈને અને વોન્ટેડ કરવા માટે તરત જ હા પાડી દીધી હતી. આ ફિલ્મ પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ સુપરહિટ સાબિત થઈ હતી. ગીત પણ એટલા જ પોપ્યુલર થયા હતા. બોની કપૂરે ઉમેર્યું કે, શરૂઆતના તબક્કામાં સલમાનના રોલને લઈને ખાસ કોઈ ક્લેરિટી ન હતી. 

આયશા અને સલમાન પહેલી વાર

લીડ એક્ટ્રેસ તરીકે એવું વિચારતો હતો કે, હજુ સુધી સલમાન સાથે કોઈ એક્ટ્રેસે કામ ન કર્યું હોય એવી જોડી બનાવવા માગતો હતો. આ પછી આયશા ટાકિયાના નામ પર મહોર લાગી. એ પહેલા જેનિલિયાનું નામ ચર્ચામાં હતું. આ એ સમય હતો જ્યારે સલમાન ખાનની ફિલ્મ ખાસ એટલી ચાલતી ન હતી. વોન્ટેડથી એક ઈમાનદાર પોલીસ ઓફિસરની છાપ સાથે સલમાને કમબેક કર્યું એ પછી 'દબંગ' આવી, એ પણ પોલીસ ઓફિસર તરીકે એની ઈમેજને ચારચાંદ લગાવી ગઈ. આમ 'વોન્ટેડ' સલમાન ખાનની કમબેક ફિલ્મ સાબિત થઈ અને આ પછી તેને પોલીસ ઓફિસર તરીકેના રોલમાં સારી ઈમેજ ઊભી કરી દીધી.