Fri Sep 04 2026

Logo

24મી સપ્ટેમ્બર સુધી આ ચાર રાશિઓ થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?

2026-09-03 17:08:07
Author: Darshana Visaria
24મી સપ્ટેમ્બર સુધી આ ચાર રાશિઓ થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?

જ્યોતિષ શાસ્ત્રમાં સાહસ, પરાક્રમ, ઊર્જા અને ભૂમિપુત્ર મનાતા ગ્રહ મંગળ દેવે બીજી સપ્ટેમ્બર, 2026ના રોજ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે. દ્રિક પંચાંગ અનુસાર, મંગળદેવ આર્દ્રા નક્ષત્રની યાત્રા પૂર્ણ કરી હવે 24મી સપ્ટેમ્બર, 2026 સુધી ગુરુના સ્વામિત્વવાળા પુનર્વસુ નક્ષત્રમાં બિરાજમાન રહેશે.

જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ અને મંગળ વચ્ચે પરમ મિત્રતાનો સંબંધ છે. ગુરુના નક્ષત્રમાં મંગળનો પ્રવેશ 'જ્ઞાન અને પરાક્રમ'નો અદભુત સંયોગ રચે છે. આગામી બાવીસ દિવસ સુધી આ નક્ષત્ર પરિવર્તનથી મુખ્યત્વે ચાર રાશિઓના જાતકો માટે પ્રગતિ અને ધનલાભના પ્રબળ યોગ બનશે. ચાલો જોઈએ કઈ છે ચાર ભાગ્યશાળી રાશિઓ...

મેષ: 

મેષ રાશિના સ્વામી સ્વયં મંગળદેવ હોવાથી દેવગુરુના નક્ષત્રમાં તેમનો પ્રવેશ અત્યંત લાભદાયી રહેશે. તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં જબરદસ્ત વધારો થશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો ઝડપથી પૂરા થશે. કાર્યસ્થળે તમારા નિર્ણયોની પ્રશંસા થશે અને પ્રમોશન સાથે નવી જવાબદારીઓ મળી શકે છે. નાના ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે અને પારિવારિક જીવન સુખમય રહેશે.

સિંહ:

સિંહ રાશિ માટે મંગળ અને ગુરુ બંને અનુકૂળ મિત્ર ગ્રહો છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને લાંબા સમયથી અટવાયેલું ધન પાછું મળવાના મજબૂત સંકેતો છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને મનવાંછિત સફળતા મળશે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ કે બીમારીઓમાં મોટી રાહત જોવા મળશે.

ધનઃ

ધન રાશિના સ્વામી ખુદ દેવગુરુ બૃહસ્પતિ છે, જેમના નક્ષત્રમાં મંગળદેવે પ્રવેશ કર્યો છે. નોકરિયાત વર્ગને પગાર વધારો કે પદોન્નતિ મળી શકે છે. વેપાર-ધંધામાં નવા આર્થિક સોદાઓ લાભદાયક સાબિત થશે. સમાજ અને કાર્યસ્થળ પર તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે તથા વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે. નવા પ્રોજેક્ટ કે રોકાણ માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે.

મીન:

મીન રાશિના સ્વામી પણ ગુરુ હોવાથી આ ગોચર ભાગ્યશાળી સાબિત થશે. નસીબનો પૂરો સાથ મળવાથી અટપટી મુશ્કેલીઓનો સરળતાથી ઉકેલ આવશે. ધાર્મિક, આધ્યાત્મિક કે માંગલિક કાર્યોમાં રસ વધશે. વ્યવસાયિક યાત્રાઓ આર્થિક રીતે લાભદાયી રહેશે. નવી મિલકત, જમીન કે વાહન ખરીદવાના મજબૂત યોગ બની રહ્યા છે.

વધુ જુઓ...