Sun Sep 13 2026

Logo

ગુરુ-શનિ અને બુધ-મંગળનો અદભુત સંયોગ! સપ્ટેમ્બર મહિનામાં ૫ રાશિઓના અટકેલા કામો થશે પૂરા, મળશે અણધાર્યો ધનલાભ

2026-09-01 16:36:27
Author: Darshana Visaria
ગુરુ-શનિ અને બુધ-મંગળનો અદભુત સંયોગ! સપ્ટેમ્બર મહિનામાં ૫ રાશિઓના અટકેલા કામો થશે પૂરા, મળશે અણધાર્યો ધનલાભ

આજથી શરૂ થયેલો સપ્ટેમ્બર, 2026ના મહિનાની શરૂઆત ગ્રહો અને નક્ષત્રોની ચાલની દ્રષ્ટિએ અત્યંત પવિત્ર, ફળદાયી અને ઐતિહાસિક બની રહી છે. જ્યોતિષીય ગણતરી મુજબ, મહિનાના પ્રારંભે જ બે અત્યંત શુભ અને દુર્લભ સંયોગ એટલે કે નવ પંચમ યોગ (Navpancham Yog) અને લાભ દ્રષ્ટિ યોગ (Labh Drishti Yog)નું નિર્માણ થયું છે.

જ્યારે પાંચમા અને નવમા ભાવમાં બિરાજમાન થઈને દેવગુરુ ગુરુ અને ન્યાયના દેવતા શનિદેવ 'નવ પંચમ યોગ' રચી રહ્યા છે, ત્યારે 60 ડિગ્રીના અંતરે સ્થિત બુધ અને મંગળ ગ્રહ પરસ્પર 'લાભ દ્રષ્ટિ યોગ' બનાવી રહ્યા છે. આ બે શક્તિશાળી મહાયોગોના પ્રભાવથી પાંચ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલશે. ચાલો જોઈએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ...

મેષઃ
આ બંને શુભ યોગો મેષ રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે. રાશિ સ્વામી મંગળ અને બુધની અનુકૂળ સ્થિતિથી તમારા આત્મવિશ્વાસ, હિંમત અને નિર્ણયશક્તિમાં જબરદસ્ત વધારો થશે. કાર્યક્ષેત્રે તમારા શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા થશે અને લાંબા સમયથી અટકેલા કામો ઝડપથી પૂરા થશે. આકસ્મિક મોટો ધનલાભ થવાની પ્રબળ શક્યતાઓ છે.

સિંહઃ
ગુરુ-શનિનો નવ પંચમ યોગ સિંહ રાશિના લોકો માટે ભાગ્યોદય લાવશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી રુચિ વધશે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જે લોકો નવી નોકરી કે કરિયરમાં બદલાવ શોધી રહ્યા છે, તેમને મનપસંદ તક અને મોટી ઓફર મળી શકે છે.

મિથુનઃ
મિથુન રાશિના સ્વામી બુધ મંગળ સાથે લાભ દ્રષ્ટિ બનાવી રહ્યો હોવાથી વેપાર-ધંધામાં અણધાર્યો મોટો નફો થશે. જો તમે નવું રોકાણ કરવા કે બિઝનેસનું વિસ્તરણ કરવા માંગતા હોવ તો આ સમય સર્વશ્રેષ્ઠ છે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા પગાર વધારાના શુભ સમાચાર મળશે.

તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો નવું વાહન, મકાન કે જમીન-મિલકત ખરીદવા માટે ઉત્તમ છે. આવકના નવા વૈકલ્પિક સ્ત્રોતો ઊભા થશે. પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે અને જૂના દેવા કે લોનમાંથી મુક્તિ મળવાની સંભાવના છે.

ધન:
નવ પંચમ યોગમાં ધન રાશિના સ્વામી ગુરુની મુખ્ય ભૂમિકા હોવાથી આ રાશિના જાતકોને સર્વાધિક શુભ ફળ મળશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ સુવર્ણ સમય છે. આ ઉપરાંત પૈતૃક સંપત્તિમાંથી મોટો અણધાર્યો નાણાકીય લાભ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે.