Sat Sep 05 2026

Logo

વ્હાઈટ ડોટેડ સાડી અને પર્પલ બ્લાઉઝમાં મોનાલીસાએ આપ્યા બોલ્ડ પોઝ, શૅર કરી મસ્ત તસવીરો

2026-09-02 21:52:10
Author: Mumbai Samachar Team
વ્હાઈટ ડોટેડ સાડી અને પર્પલ બ્લાઉઝમાં મોનાલીસાએ આપ્યા બોલ્ડ પોઝ, શૅર કરી મસ્ત તસવીરો

મુંબઈઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ ફરી એકવાર પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. સાડીમાં બોલ્ડ લૂક આપીને તેણે પોતાનો અલગ અંદાજ દેખાડ્યો છે. સાડીના લૂકમાં પણ તેણે એકથી એક બહેતરિન પોઝ આપ્યા હતા. સફેદ કલરની ડોટેડ સાડી સાથે તેણે પર્પલ કલરનું બ્લાઉસ પહેર્યું હતું. આ ફોટો પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. આ આઉટફીટમાં તેણે એકથી એક બેસ્ટ પોઝ આપતા ફોટો શૅર કર્યા છે. સાડી સાથે તેણે મેચિંગ જ્વેલરી પણ પહેરી છે. પોતાના વાળને ખુલ્લા રાખીને તેણે પોતાનો બોલ્ડ લૂક પૂરો કર્યો છે. 

યુઝરે દિલ ખોલીને કરી કોમેન્ટ

પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેણે આ તમામ ફોટો શૅર કર્યા છે. આ ફોટો કોઈ પાર્કમાં ક્લિક કર્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, ફોટોમાં પાછળ બગીચો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એક ફોટોમાં તેણે પાર્કમાં લગાવેલા એક હિંચકા પાસે પોઝ આપ્યો હતો. આ ફોટો પાછળની ક્લિક કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તસવીરમાં તેણે ફ્રન્ટ ફેસ આપીને ફોટો ક્લિક કરાવ્યો છે. આ ફોટો પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં દિલવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. તો અન્ય એક યુઝરે ફાયરવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. એક યુઝરે કહ્યું કે, આપ ખૂબસુરતી કી રાની હો.બીજા એક યુઝરે કર્યું કે, મેમ આપ ખુબસુરત ઔર માસુમ દિખતી હો..એક યુઝરે તેની ફિટનેસના વખાણ કર્યા હતા. મોનાલીસા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહે છે. સમયાંતરે તે જુદા જુદા ફોટો શૅર કરતી રહે છે. 43 વર્ષની ઉંમરમાં પણ તે ખૂબ જ ફિટ એન્ડ ફાઈન છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MONALISA (@aslimonalisa)

આવી છે લાઈફ

તાજેતરમાં તે ધ-50 ફિલ્મમાં જોવા મળી હતી. જોકે પહેલીવાર નથી કે, મોનાલીસાએ આવા ફોટો મૂક્યા છે. આ પહેલા પણ તે પોતાના એકથી એક બોસ્ટ ફોટોને શૅર કરી ચૂકી છે. મોનાલીસા બિગબોસ-10 રીયાલિટી શૉમાં આવી ચૂકી છે. તેણે વિક્રાંતસિંહ રાજપુત સાથે લગ્ન કર્યા છે. તેનું રીયલ નેમ અંતરા બિસ્વાસ છે. તેણે ભોજપુરીની સાથે બંગાળી, તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત કેટલીક વેબ સિરીઝમાં પણ આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર એના ફોલોઅર્સ મોટી સંખ્યામાં છે. કૉલાકાતાથી પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોઈન કરી હતી. 16 વર્ષની ઉંમરે તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા રેસ્ટોરાંમાં પણ તેણે કામ કર્યું છે. ગેસ્ટ રિલેશન એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું છે. આ પછી તેણે ઉડિયા મ્યુઝિક વીડિયોમાં પણ ફીચર સોંગના મોડલ તરીકે કામ કર્યું હતું. 100થી વધારે ભોજપુરી ફિલ્મમાં તેણે એકથી એક બેસ્ટ રોલ કર્યા છે.