લોસ એન્જલસ: ઓસ્કાર એવોર્ડ્સ તરીકે જાણીતા એકેડેમી એવોર્ડ્સની 98મી આવૃત્તિ માટે નોમિનેશન્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતને નિરાશા હાથ લાગી છે. ભારત તરફથી મોકલવામાં આવેલી “હોમ બાઉન્ડ” ફિલ્મ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્થાન પામી શકી નથી.
નોંધનીય છે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની નિરજ ઘાયવાન દિગ્દર્શિતફ ફિલ્મ હોમબાઉન્ડને ભારત તરફથી ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે સબમિટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂરે અભિનય કર્યો છે. આ ફિલ્મ નોમિનેશનના છેલ્લા રાઉન્ડમાં શોર્ટ લિસ્ટ થઇ હત, પરંતુ નોમિનેશન મેળવી શકી નહીં.
અભિનેત્રી ડેનિયલ બ્રુક્સ અને લુઇસ પુલમેને ઓસ્કારની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ દરમિયાન 24 કેટેગરીમાં નોમિનેશનની જાહેરાત કરી હતી.
આ ફિલ્મોએ મોટી બાજી મારી:
રાયન કૂગલર દિગ્દર્શિત ફિલ્મ સિનર્સને 16 નોમિનેશન્સ મળ્યા છે, જ્યારે લિયોનાર્ડો ડી કેપ્રિયો સ્ટારર ફિલ્મ વન બેટલ આફ્ટર અધરે 14 નોમિનેશન્સ મેળવ્યા છે.
ગિલેર્મો ડેલ ટોરો દિગ્દર્શિત ફ્રેન્કેસ્ટાઇનને ટેકનિકલ અને મુખ્ય કેટગરી 9 નોમિનેશન મળ્યા છે. ટીમોથી ચેલામેટ અભિનીત માર્ટી સુપ્રીમને 9 નોમિનેશન મળ્યા છે.
98મો એકેડેમી એવોર્ડ માટેનો સમારોહ 15 માર્ચ 2026 ના રોજ ડોલ્બી થિયેટરમાં યોજાશે. કોનન ઓ'બ્રાયન કાર્યક્રમની હોસ્ટ હશે.
ઓસ્કાર નોમિનેશનની સંપૂર્ણ યાદી પર એક નજર નાખીએ:
🏆 ફિલ્મ એવોર્ડ્સ - નોમિનેશન લિસ્ટ (2026)
૧. મુખ્ય કેટેગરી (ફિલ્મ અને ડાયરેક્શન)
-
બેસ્ટ પિક્ચર: બુગોનિયા, F1, ફ્રેન્કેસ્ટાઇન, હેમ્નેટ, માર્ટી સુપ્રીમ, વન બેટલ આફ્ટર અધર, ધ સિક્રેટ એજન્ટ, સેન્ટિમેન્ટલ વેલ્યુ, પાપીઓ (Sinners), ટ્રેન ડ્રીમ્સ.
-
બેસ્ટ ડાયરેક્ટર:
-
ક્લોઈ ઝાઓ (હેમ્નેટ)
-
જોશ સફડી (માર્ટી સુપ્રીમ)
-
પોલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અધર)
-
જોઆચિમ ટ્રાયર (સેન્ટિમેન્ટલ વેલ્યુ)
-
રાયન કૂગલર (સિનર્સ)
-
૨. અભિનય ક્ષેત્ર (Acting)
-
બેસ્ટ એક્ટર:
-
ટીમોથી ચેલામેટ (માર્ટી સુપ્રીમ)
-
લિયોનાર્ડો ડીકેપ્રિયો (વન બેટલ આફ્ટર અધર)
-
એથન હોક (બ્લુ મૂન)
-
માઈકલ બી. જોર્ડન (સિનર્સ)
-
વેગનર મૌરા (ધ સિક્રેટ એજન્ટ)
-
-
બેસ્ટ એક્ટ્રેસ:
-
જેસી બકલી (હેમ્નેટ)
-
રોઝ બાયર્ન (ઇફ આય હેડ લેગ્સ ઈ વુડ કિક યુ)
-
કેટ હડસન (સોંગ સંગ બ્લુ)
-
રેનેટ રીન્સ્વે (સેન્ટિમેન્ટલ વેલ્યુ)
-
એમ્મા સ્ટોન (બુગોનિયા)
-
-
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર: બેનિસિયો ડેલ ટોરો, જેકબ એલોર્ડી, ડેલરોય લિન્ડો, સીન પેન, સ્ટેલન સ્કાર્સગાર્ડ.
-
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ: એલે ફેનિંગ, ઇન્ગા ઇબ્સડોટર લિલિયાસ, એમી મેડિગન, વુન્મી મોસાકુ, તેયાના ટેલર.
૩. લેખન અને પટકથા (Screenplay)
-
બેસ્ટ ઓરીજીનલ સ્ક્રિનપ્લે: બ્લુ મૂન, ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ, માર્ટી સુપ્રીમ, સેન્ટિમેન્ટલ વેલ્યુ, પાપીઓ.
-
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રિનપ્લે: બુગોનિયા, ફ્રેન્કેસ્ટાઇન, હેમ્નેટ, વન બેટલ આફ્ટર અધર, ટ્રેન ડ્રીમ્સ.
૪. એનિમેશન અને શોર્ટ ફિલ્મ્સ
-
બેસ્ટ એનિમેટેડ ફીચર: આર્કો, એલિયો, કેપોપ: ડેમન હન્ટર્સ, લિટલ એમેલી, ઝૂટોપિયા 2.
-
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ: બટરફ્લાય, ફોરએવરગ્રીન, ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ, રિટાયરમેન્ટ પ્લાન, ધ થ્રી સિસ્ટર્સ.
-
બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ: બુચર'સ સ્ટેન, અ ફ્રેન્ડ ઓફ ડોરોથી, જેન ઓસ્ટેન્સ પીરિયડ ડ્રામા, ધ સિંગર્સ, ટૂ પીપલ એક્ષચેન્જીંગ સલાઈવા.
૫. ટેકનિકલ અને ક્રાફ્ટ (Technical)
-
બેસ્ટ સિનેમેટોગ્રાફી: ફ્રેન્કેસ્ટાઇન, માર્ટી સુપ્રીમ, વન બેટલ આફ્ટર અધર, પાપીઓ, ટ્રેન ડ્રીમ્સ.
-
બેસ્ટ એડીટીંગ: F1, માર્ટી સુપ્રીમ, વન બેટલ આફ્ટર અધર, સેન્ટિમેન્ટલ વેલ્યુ, પાપીઓ.
-
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ: અવતાર: ફાયર એન્ડ એશ, F1, જુરાસિક વર્લ્ડ: રિબર્થ, ધ લોસ્ટ બસ, પાપીઓ.
-
બેસ્ટ સાઉન્ડ: F1, ફ્રેન્કેસ્ટાઇન, વન બેટલ આફ્ટર અધર, પાપીઓ, સિરાટ.
-
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: ફ્રેન્કેસ્ટાઇન, હેમ્નેટ, માર્ટી સુપ્રીમ, વન બેટલ આફ્ટર અધર, પાપીઓ.
૬. મ્યુઝિક અને ડિઝાઇન
-
બેસ્ટ ઓરીજીનલ સ્કોર: બુગોનિયા, ફ્રેન્કેસ્ટાઇન, હેમ્નેટ, વન બેટલ આફ્ટર અધર, પાપીઓ.
-
બેસ્ટ ઓરીજીનલ સોન્ગ: રિલેન્ટલેસ (ડાયન વોરેન), કેપોપ ડેમન હન્ટર્સ, સિનર્સ, વિવા વર્ડી!, ટ્રેન ડ્રીમ્સ.
-
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન: અવતાર, ફ્રેન્કેસ્ટાઇન, હેમ્નેટ, માર્ટી સુપ્રીમ, સિનર્સ.
-
બેસ્ટ મેક-અપ એન્ડ હેરસ્ટાઇલ: ફ્રેન્કેસ્ટાઇન, કોકુહો, પાપીઓ, ધ સ્મેશિંગ મશીન, ધ અગ્લી સ્ટેપસીસ્ટર.
૭. સ્પેશિયલ કેટેગરીઝ
-
બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ: ધ સિક્રેટ એજન્ટ (બ્રાઝિલ), ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ (ફ્રાન્સ), સેન્ટિમેન્ટલ વેલ્યુ (નોર્વે), સિરાટ (સ્પેન), ધ વોઇસ ઓફ હિંદ રજબ (ટ્યુનિશિયા).
-
બેસ્ટ કાસ્ટિંગ: હેમ્નેટ, માર્ટી સુપ્રીમ, વન બેટલ આફ્ટર અધર, ધ સિક્રેટ એજન્ટ, સિનર્સ.
-
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ: ધ અલાબામા સોલ્યુશન, કમ સી મી ઇન ધ ગુડ લાઇટ, કટિંગ થ્રુ રોક્સ, મિસ્ટર નોબડી અગેઇન્સ્ટ પુટિન, ધ પરફેક્ટ નેબર.
-
બેસ્ટ ડોકયુમેન્ટરી શોર્ટ ફિલ્મ: ઓલ ધી એમ્પ્ટી રૂમ્સ, આર્મ્ડ ઓન્લી કેમેરા, નો મોર કિડ્સ, ધ ડેવિલ ઈઝ બિઝી, પરફેક્ટલી અ સ્ટ્રેન્જનેસ.