લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. દરેક વર્ગના દર્શકોમાં આ શો અને શોના કેરેક્ટર લોકપ્રિય છે. હાલમાં જ એક પોડકાસ્ટ પર આ શોમાં બબીતાજીનો કેરેક્ટ પ્લે કરનાર મુનમુન દત્તાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ જ પોડકાસ્ટમાં મુનમુન દત્તાએ પોતાને કેવા છોકરા ગમે છે એના વિશે પણ વાત કરી હતી, ચાલો જોઈએ શું કહ્યું છે મુનમુન દત્તાએ...
પોડકાસ્ટમાં મુનમુન દત્તાએ પોતાને કેવા છોકરા ગમે છે એ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મને લૂક્સ ખૂબ જ પસંદ છે. ફેયર, ગુડલુકિંગ છોકરાઓ તરફ હું આકર્ષાઉં છું. હોલીવૂડ સ્ટાર ક્રિસ ઈવાન્સ અને હેનરી કૈવિલ જેવા છોકરા મને ખૂબ જ ગમે છે અને તેઓ મારા ક્રશ છે. હેનરી કૈવિલનો અવાજ અને તેની વાત કરવાની સ્ટાઈલ મને ખૂબ જ પસંદ છે.
આ પોડકાસ્ટમાં બબીતાજીએ તેમને હોલીવૂડ સ્ટાર જ નહીં પણ કોરિયન સ્ટાર્સ પણ ગમતાં હોવાનો દાવો કર્યો હતો. કોરિયન એક્ટર ગોંગ યૂ તેમનો ફેવરેટ છે. જોકે, મુનમુને એ વાત પણ સ્વીકારી હતી કે લૂક્સની સાથે સાથે તમીઝ અને શિષ્ટાચાર પણ મહચ્ચ્વના છે. તેમને એવા છોકરા ગમે છે કે જેમને ખ્યાલ હોય કે લોકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ.
મુનમુન દત્તાએ પોડકાસ્ટ પર પોતાના ગ્રીન ફ્લેગ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારી ઈમાનદારી જ મારું સૌથી મોટું ગ્રીન ફ્લેગ છે. હું જે માનું છું, ફીલ કરું છું એ જ બોલું પણ છું. મુનમુન દત્તાને એવો વિશ્વાસ પણ છે કે તે એક સારી અને મોટિવેટ કરનારી પાર્ટનર બનશે. એટલું જ નહીં તે પોતાના પાર્ટનરની સફળતામાં પણ તેનો સાથ આપવા માંગે છે.
તેણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મારો પાર્ટનર સફળ હોય અને લાઈફમાં કંઈક મોટું કરવાની ઈચ્છા ધરાવતો હોય. હું દરેક પગલાં પર તેને ગો અહેડ કરનારી પાર્ટનર સાબિત થઈશ. સપોર્ટિવ પાર્ટનરનો અર્થ માત્ર સવારે કામ પર મોકલવું નહીં પણ પાર્ટનરના આઈડિયા અને ડ્રીમ્સને રિયલમાં ફોલો કરવા માટે મોટિવેટ કરવું પણ છે.
મુનમુન દત્તાએ લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સંકળાયેલી છે અને દર્શકોને તેની અને જેઠાલાલની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે.