Mon Aug 24 2026

Logo

મુંબઈમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનની  મુદત લંબાવી

2026-05-18 21:25:04
Author: Sapna Desai
મુંબઈમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનની  મુદત લંબાવી

૩૦ મેના બદલે પાંચ જૂન સુધીમાં કામ પૂરા કરવાના રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈમાં મોટા પ્રમાણમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ચોમાસાના આગમન પહેલા હાલ ચાલી રહેલા કૉંક્રીટાઈઝેશનના કામ પૂર્ણ કરવા માટે અગાઉ ૩૧ મે, ૨૦૨૬ની મુદત આપવામાં આવી હતી, જેને હવે લંબાવવામાં આવી છે. સોમવારે પાલિકા મુખ્યાલયમાં થયેલી બેઠકમાં પાલિકા પ્રશાસને કૉન્ટ્રેક્ટરને પાંચ જૂન સુધીની મુદત લંબાવી આપી હતી.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ચોમાસાના આગમન પહેલા મુંબઈમાં કોઈ પણ રસ્તો ખોદેલી હાલતમાં રહેવો જોઈએ નહીં એવી ચોખ્ખા શબ્દોમાં કૉન્ટ્રેક્ટરોને સૂચના આપવામાં આવી છે. હાલ ચાલી રહેલા રસ્તાઓના તમામ કામ પાંચ જૂન, ૨૦૨૬માં પૂરા કરવાના રહેશે અને જો શકય ન હોય તો માસ્ટિક (ડામર) દ્વારા બાકી રહેલા રસ્તાના કામ પૂરા કરી નાખીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાનો રહેશે. કૉંંકીટાઈઝેશન કરેલા રસ્તા અને ડામરના રસ્તા વચ્ચેનું લેવલ એક સમાન રહે તેની કાળજી રાખવાની રહેશે.