નવી દિલ્હી: સોમવારે દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
દક્ષિણ પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, શહાદરા, સેન્ટ્રલ દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ઉત્તર દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
શહેરના વિવિધ ભાગોમાં સર્જાયેલા ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી.
સોમવારે સફદરજંગ ખાતે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધારે હતું.
જ્યારે દિલ્હી રિજ વિસ્તારમાં શહેરનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું
દિલ્હીના એમબી રોડ પર ભીષણ જામની સ્થિતિ જોવા મળી હતી. સંગમ વિહારની પાસે લોકો 1 કલાક જામમા ફસાયા હતા. ગુરુગ્રામની સોહના રોડ પર ઇસ્લામ પુર ગામની પાસે સર્વિસ લેનમાં અંદાજે 2 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જેના કારણે સોહના રોડ પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો.
દિલ્હી આઇજીઆઇ એરપોર્ટ પર ખરાબ મોસમનો પ્રભાવ
જામમાં ફસાયેલા એરફોર્સમાં કામ કરનારા કર્મીએ જણાવ્યું કે પ્રતિદિન કે જામ લાગ છે. વરસાદ પડે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. આજે પણ અમને અહિં એક કલાક જામમાં ફસાઇ જવું પડ્યું છે. વાયુસેના સ્ટેશનમાં અમે સર્વિસ કરીએ છીએ. વરસાદના કારણે અમે વાયુ સેનાબાદ સ્ટેશનમાં કામ કરનારા લોકો ક્યારેય જામના કારણે સમયસર નથી પહોંચી શકતા