ઇંગ્લેંડ ક્રિકેટ ટીમની મુશ્કેલી મેદાનની બહાર સમાપ્ત થવાનું નામ નથી લઇ રહી. પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ વચ્ચે ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પુલિસની હથકડીમાં નજરે પડી રહ્યો છે. આ ઘટના બાદ ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મામલાની તપાસ શરુ કરી દીધી છે. વીડિયોમાં કાર્સને ડર્બીની એક નાઇટ ક્લબની બહાર પોલીસ અધિકારીઓની વચ્ચે જોવામાં આવ્યો
ECBએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, અમને ગઈકાલે રાત્રે ડર્બીમાં બનેલી એક ઘટના અંગે જાણકારી મળી છે અને અમે હાલમાં તેની તપાસ કરી રહ્યા છીએ. શક્ય બનશે ત્યારે અમે આગળની વિગતો આપીશું. ડર્બીશાયર પોલીસ પાસે પણ આ મામલે પ્રતિક્રિયા માંગવામાં આવી છે, જ્યારે ડરહમે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
🔴BIG CONTROVERSY FOR ENGLAND - BRYDON CARSE SEEN BEING LED AWAY BY POLICE 🤯
— Sam (@cricsam02) August 23, 2026
- Brydon Carse was seen being led away in handcuffs outside a nightclub in Derby.
- He was briefly detained but not arrested, and was later released without charge.
- The ECB has launched an… pic.twitter.com/vsDRAS0ITo
ટેસ્ટ ટીમમાં પુનરાગમનની જોઈ રહ્યો છે રાહ
કાર્સ માટે આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેઓ લાંબા સમય બાદ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસીની તૈયારી કરી રહ્યા હતા. ગત એશિઝ શ્રેણીમાં તેઓ ઈંગ્લેન્ડના સૌથી સફળ બોલર રહ્યા હતા, પરંતુ આ સિઝનમાં તેઓ અત્યાર સુધી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નથી. કાંડા અને કોણીની ઈજાના કારણે તેઓ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં નહોતો રમ્યો. ત્યારબાદ ભારત સામેની વન ડે શ્રેણી માટે તેનો પાછળથી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને 'ધ હન્ડ્રેડ'માં સનરાઇઝર્સ લીડ્સ માટે ફિટનેસ સાબિત કર્યા બાદ પાકિસ્તાન સામેની ટેસ્ટ ટીમમાં તેને સ્થાન મળ્યું હતું.
કાર્સને સોમવારે લંડનમાં ફરીથી ટેસ્ટ ટીમ સાથે જોડાવવાનું હતું અને લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ પહેલાં બે દિવસ પ્રેક્ટિસ કરવાની હતી. જોકે, હવે ટીમમાં તેમની વાપસી પર પણ સવાલો ઊભા થયા છે. ખાસ વાત એ છે કે ઘટના સમયે કાર્સ આંતરરાષ્ટ્રીય ફરજ પર નહોતા, પરંતુ તેઓ ECBના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ ધરાવતો ખેલાડી છે. આ સ્થિતિમાં સમગ્ર મામલો બોર્ડ માટે અત્યંત અસહજ બની ગયો છે.