ચેન્નઈઃ તમિળનાડુ વિધાનસભામાં આજે મુખ્ય પ્રધાન સી. જોસેફ વિજયે રાજ્યના નાગરિકો માટે અનેક મહત્વકાંક્ષી અને કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી. TVKના મુખ્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધતા મુખ્ય પ્રધાને મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરી સાથે મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની પણ મોટી જાહેરાત કરી છે. આ નિર્ણય રાજ્યની મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, વિજયની પાર્ટી દ્વારા ચૂંટણી વખતે જે વચનો આપવામાં આવ્યાં હતા, તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.
એક્સપ્રેસ અને ડિલક્સ બસોમાં પણ મહિલાઓને મફત સવારી
મહિલા સશક્તિકરણ માટે મુખ્ય પ્રધાન વિજયે 'વેત્રી પયનમ' (Vetri Payanam) યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ હવે માત્ર સાધારણ બસોમાં જ નહીં, પરંતુ મેટ્રોપોલિટન અને શહેરી વિસ્તારોમાં ચાલતી સરકારી એક્સપ્રેસ, એલએસએસ (LSS) અને ડિલક્સ બસોમાં પણ મફત મુસાફરી કરી શકશે. આ યોજના 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિથી રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. આ યોજનામાં કોઈ આવક મર્યાદા કે મુસાફરીની સંખ્યા પર પ્રતિબંધ રહેશે નહીં. એટલું જ નીં પરંતુ આ ફ્રી બસ મુસાફરી યોજનાનો લાભ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પણ મેળવી શકશે.
પ્રતિ વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત મળશે
મુખ્ય પ્રધાન વિજયે ‘અન્નપૂર્ણા સુપર સિક્સ’ યોજના હેઠળ 14 જાન્યુઆરીના પોંગલ તહેવાર બાદ દરેક પાત્ર પરિવારને વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. સરકાર આ સિલિન્ડરની રકમ સીધી તેમનાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાથી રાજ્યના આશરે 1 કરોડ 30 લાખ પરિવારોને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર આ યોજના પાછળ વાર્ષિક આશરે 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. રૂપિયા 2.5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો, નાના-સીમાંત ખેડૂતો અને દિવ્યાંગ પરિવારો આ યોજનાના દાયરામાં આવશે.
STORY | Tamil Nadu CM Vijay announces more free buses for women; 3 free cooking gas cylinders
— Press Trust of India (@PTI_News) August 24, 2026
Tamil Nadu Chief Minister C Joseph Vijay on Monday announced expansion of the fare-free bus travel scheme for women and made services such as deluxe and express free for beneficiaries.… pic.twitter.com/qLgMCiUrGu
ખેડૂતોના વિરોધ બાદ પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટ રદ
સ્થાનિક ખેડૂતો અને જમીનમાલિકોના લાંબા સમયથી ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન વિજયે ‘પરંદૂર ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ’ રદ કરવાની જાહેરાત કરી છે. સ્થાનિક ખેડૂતો પોતાની ફળદ્રુપ જમીન આપવા તૈયાર ન હોવાથી સરકારે જનભાવનાનો આદર કરીને આ પ્રોજેક્ટ પડતો મૂકવાનો નિર્ણય લીધો છે.