નવી દિલ્હીઃ પિંક સિટી જયપુર ખાતે યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેરળની 19 વર્ષીય કેઝિયા લિઝ મેજો (Kezia Liz Mejo) એ દેશભરની પ૨ ફાઇનલિસ્ટ્સને માત આપીને વિજેતાનો તાજ પોતાના નામે કરી લીધો છે.
આ રાષ્ટ્રીય ખિતાબ જીતવાની સાથે જ કેઝિયા હવે નવેમ્બર મહિનામાં પ્યુઅર્ટો રિકો (Puerto Rico) ખાતે યોજાનારી 75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમાં પણ ભારતનું નામ રોશન કરીને ખિતાબ પોતાના નામે કરે તેવી લોકો શુભેચ્છાઓ આપી રહ્યાં છે.
કેરળની કેઝિયા લિજ મેજોએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે, જ્યારે તમિલનાડુની વૈષ્ણવી ગણેશ પહેલી રનર અપ રહી છે, જ્યારે ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનર-અપ (ત્રીજા સ્થાને રહી) છે.
કોણ છે મિસ યુનિવર્સ ઇન્ડિયા વિજેતા કેઝિયા લિઝ મેજો?
કેરળના માવેલીક્કારા (Mavelikkara)ની રહેવાસી કેઝિયા લિઝ મેજો હાલમાં કાયદાનો અભ્યાસ (Law Student) કરી રહી છે અને સાથે સાથે પ્રોફેશનલ મોડેલિંગ પણ કરે છે. આ પહેલાં 2025માં યોજાયેલી ‘મિસ ટીન ઇન્ટરનેશનલ’માં પણ તેણે ભારત તરફથી ભાગ લીધો હતો અને ફર્સ્ટ રનર-અપ રહી હતી. સોશિયલ મીડિયા પ્રોફાઈલ અનુસાર તે એક એક્ટર અને ડાન્સર પણ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 40 હજારથી વધુ ફોલોઅર્સ છે.
#WATCH | Jaipur, Rajasthan | Grand Finale of Miss Universe India 2026 | Miss Universe India 2026 Winner Kaziah Liz Mejo says, “I feel so on top of the world. This is such an iconic moment, and the moment that I have worked for over three years now. I am so incredibly happy that I… pic.twitter.com/6IdSF1bpM3
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 24, 2026
કેઝિયા લિઝ મેજો જૂની યાદો વિશે શું કહ્યું?
ખિતાબ જીત્યા બાદ કેઝિયાએ પોતાની જૂની સફર યાદ કરતાં જણાવ્યું કે, એક સમયે તે પોતાના લુક્સ અને પર્સનાલિટીને લઈને તેને આત્મવિશ્વાસ નહોતો. વર્ષો સુધી તેની પાસે ફિલ્ટર વગરનો એક પણ ફોટો નહોતો. પરંતુ સંચાર કૌશલ્ય અને પર્સનાલિટી ડેવલપમેન્ટ પર સખત મહેનત કરીને તેણે આ તાજ પ્રાપ્ત કર્યો છે.
VIDEO | Jaipur, Rajasthan: Nineteen-year-old Kaziah Liz Mejo becomes Miss Universe India 2026.
— Press Trust of India (@PTI_News) August 24, 2026
Actress Urvashi Rautela, who was part of the jury, says, "I just want to say that the feeling was extremely good. Fourteen years ago, when I was 17-and-a-half years old, my guru and… pic.twitter.com/MzHYhvwrRF
જ્યુરી પેનલમાં કોણ કોણ હાજર રહ્યું?
જયપુર ખાતે યોજાયેલા આ ગ્રાન્ડ ફિનાલેમાં હાઇ-પ્રોફાઇલ જ્યુરી પેનલે વિજેતાની પસંદગી કરી હતી. જ્યુરી પેનલની વાત કરવામાં આવે તો, 1994માં ભારતને પ્રથમ મિસ યુનિવર્સનો તાજ અપાવનાર સુષ્મિતા સેને આ જ્યુરી પેનલનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે અન્ય જજોમાં સેલિના જેટલી (મિસ યુનિવર્સ ઇન્ડિયા 2001) અને ઉર્વશી રૌતેલા (મિસ યુનિવર્સ ઇન્ડિયા 2015) પણ જ્યુરી સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે વિશેષ પેનલની વાત કરવામાં આવે તો, રિયા સિંહા, ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂર, એન્ટરપ્રિન્યોર વિશા લાધિયા, મિસ ચાર્મ 2025 એના બ્લેન્કો અને ત્વચારોગ નિષ્ણાત ડૉ. સ્તુતિ ખરે શુક્લા પણ આ નિર્ણાયક મંડળનો ભાગ હતા.