મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી મૃણાલ ઠાકુર અને અભિનેતા ધનુષ એકમેકને ડેટ કરી રહ્યા છે. આ કપલ જલ્દી લગ્નગ્રંથીમાં બંધાશે, એવી વાત પણ સોશિયલ મીડિયા દ્વારા ફેલાઈ રહી છે. તેઓ 14 ફેબ્રુઆરી, 2026ના રોજ લગ્ન કરશે, એવી અટકળો પણ વહેતી થઈ છે. આ બધી અટકળો વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધનુષ અને મૃણાલ ઠાકુર લગ્ન કરી રહ્યા છે. જેમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો પણ હાજર છે. ત્યારે શું આ કપલે અચાનક ખાનગીમાં લગ્ન કરી લીધા? એવા સવાલો ઊભા થયા છે.
મૃણાલ અને ધનુષના લગ્નનું સત્ય શું છે?
ઇન્સ્ટાગ્રામ પર ધનુષ અને મૃણાલ ઠાકુરના લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તૃષા કૃષ્ણન, શ્રૃતિ હસન, અનિરૂદ્ધ રવિચંદર, અજીત કુમાર, દુલકર સલમાન, થલપતિ વિજય જેવી હસ્તીઓ પણ નજરે પડે છે. પરંતુ તદ્દન વાસ્તવિક લાગતો આ વીડિયો AI જનરેટેડ છે. આ વીડિયોને લઈને નેટિઝન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, "બહુ સરસ AI કામ...અજિત આ તારીખે દુબઈમાં હતા." એક બીજા યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, "લગ્ન તો ઠીક છે, યાર, જુઓ વિજય અજીત સહિત તમામ પાછળ ઊભા છે." ત્રીજા એક યુઝરે લખ્યું કે, "ધનુષ પોતે જ સદમામાં છે."
ધનુષ અને મૃણાલ ક્યારે કરશે લગ્ન
ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃણાલ ઠાકુર અને ધનુષ ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરશે નહીં. આ એક અફવા છે. જે નિષ્ફળ ગઈ છે. ફેબ્રુઆરીમાં તેમની એક ફિલ્મ રિલીઝ થવાની છે. તે લગ્ન કેમ કરશે? માર્ચ મહિનામાં તેમની એક તેલુગુ ફિલ્મ પણ રિલીઝ થવાની છે.