Wed Jun 17 2026

Logo

અબુધાબીમાં મિસાઈલના કાટમાળમાં આગ, પાંચ ભારતીયોને ઈજાથી દોડધામ

Dubai   2026-03-28 15:53:21
Author: Mumbai Samachar Team
Article Image

યાસઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની અસર હવે અખાડી દેશોને પણ થઈ રહી છે. અબુધાબીમાં મિસાઈલના કાળમાળને કારણે આગ ભભૂકી ઊઠી હતી, જેમાં પાંચ ભારતીય નાગિરકોને ઈજા પહોંચી છે. આ ક્ષેત્રના સંબંધીત અધિકારી ખલીફા અબુધાબીમાં લાગેલી આગની ઘટના પર વૉચ રાખી રહ્યા છે. મિસાઈલના કાટમાળમાં આગ લાગતા જ એર ડીફેન્સની કેટલીક પ્રક્રિયાઓને રોકી દેવામાં આવી હતી. 

આગ લાગતા જ દોડધામ થઈ ગઈ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે સમગ્ર અખાતી દેશના વ્યાપાર અને સપ્લાયને માઠી અસર પહોંચી છે. સાઉદી અરેબિયાના મોટા વ્યાપારી કેન્દ્રો, ઔદ્યોગિક કેન્દ્ર અને અન્ય જગ્યાઓ પર આગ લાગી હોવાની વાત મળતા જ દોડધામ થઈ ચૂકી હતી.આ પછી આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.ખાસ ડિવાઈસની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઈરાન તરફથી મિસાઈલ હુમલો થતા અબુધાબીને મોટું નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને ધ્યાને લેતા ઉચ્ચ અધિકારઓએ યુદ્ધ અને સુરક્ષા સંબંધિત ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. 

નાગરિકોને અપીલ

ઉચ્ચ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે, નાગરિકો નજીકના કોઈ સુરક્ષિત સ્થાન પર સુરક્ષિત રહે. ગાઈડલાઈન્સનું પાલન કરે અને સરકારના આદેશનું પાલન કરે.રક્ષા મંત્રાલયે એ વાતની ખાતરી કરી હતી કે, રાત પડતા મિસાઈલના અવાજ આવી રહ્યા છે. સુરક્ષાના ભાગ રૂપે મિસાઈલથી થયેલા હુમલા, ડ્રોન હુમલા અને અન્ય હુમલાને નષ્ટ કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. આ અવાજમાં એ અવાજ પણ સામેલ હતો. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, કોઈ જ પ્રકારના કાટમાળની નજીક ન જાય. કોઈ પણ સાધનોથી એને સ્પર્શવાનો કોઈ પ્રયાસ ન કરે.અધિકારીઓ દ્વારા સતત આવા વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જે રીતે આગળની વિગત મળશે એ સૂચના જાહેર કરાશે. 

અફવાથી દૂર રહો અને ગાઈડલાઈન્સનું પાલન કરો

અબુધાબીના ખલીફા આર્થિક વિસ્તારમાં એક બેલેસ્ટિક મિસાઈલને સફળતા પૂર્વક નષ્ટ કર્યા બાદ હવે તપાસ ચાલું કરી દેવામાં આવી છે.અધિકારીઓએ ખાતરી આપી છે કે, ભારતીય નાગરિકતા ધરાવતા પાંચ વ્યક્તિઓને આ ઘટનામાં ઈજા પહોંચી છે. ઈજા ગંભીર નથી એ રાહતની વાત છે. તમામ નાગરિકોને અપીલ છે કે, અફવાથી દૂર રહે અને સરકારની સૂચનાઓનું વ્યવસ્થિત રીતે પાલન કરે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં હવે અખાતી દેશનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. ઈરાન બાદ હવે અમેરિકા લડી લેવાના મૂડમાં છે. આ યુદ્ધમાં બીજા દિવસે શું થવાનું છે એ અંગે કોઈ સચોટ ભવિષ્યવાણી કરી શકે એમ નથી.