નવી દિલ્હીઃ તાજેતરમાં ઈનપૂટ્સ ખર્ચમાં થયેલા વધારા અને ફુગાવાલક્ષી દબાણને આંશિક ધોરણે ગ્રાહકો પર પસાર કરતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ (ટીએમપીવી) આગામી પહેલી સપ્ટેમ્બરથી તેનાં વાહનોના ભાવમાં રૂ. 25,000 સુધીનો વધારો કરશે. "
ઈન્ટરનલ કોમ્બ્યુશન એન્જિન (આઈસીઈ) અને ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) સહિતનાં પોર્ટફોલિયોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. જોકે, ભાવ વધારો વિવિધ વેરિઅન્ટ અનુસાર અલગ અલગ રહેશે, એમ કંપનીએ યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે આ ભાવ વધારાથી ઈનપૂટ ખર્ચમાં અને ફુગાવાલક્ષી થયેલો વધારો આંશિક રીતે સરભર થશે.
જોકે, કંપનીએ ઈનપૂટ ખર્ચમાં થયેલા વધારા પૈકી નોંધપાત્ર હિસ્સો કંપનીએ પોતે સહન કર્યો છે અને મૂલ્યવર્ધન મૉડૅલ અનુસાર કરવામાં આવ્યું હોવાનું કંપનીએ વધુમાં જણાવ્યું હતું. હાલમાં ટીએમપીવીનાં ક્નવેન્શનલ એન્જિન અને ઈલેક્ટ્રિક વાહનોની એન્ટ્રી લેવલની હેચબેક ટિઆગોથી પ્રીમિયમ એસયુવી સફારી અને હેરિયર ઈવી સુધીનાં મૉડૅલોના ભાવની રેન્જ રૂ. 4.7 લાખથી 31 લાખ સુધીની છે.