Wed Sep 02 2026

Logo

મેસીએ ફિફા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ રચ્યો ઈતિહાસ, વિશ્વનો બન્યો માત્ર ત્રીજો ફૂટબોલર

Kansas   2026-06-17 10:01:00
Author: Mayur Patel
મેસીએ ફિફા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ રચ્યો ઈતિહાસ, વિશ્વનો બન્યો માત્ર ત્રીજો ફૂટબોલર

કૅન્સસ:  આર્જેન્ટિનાના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસીએ અલ્જીરિયા સામે રમાયેલી મેચમાં મેદાન પર ઉતરતાં જ રેકોર્ડ રચ્યો હતો. મેસી ઈન્ટરનેશલલ ફૂટબોલમાં 200 મેચ રમનારા વિશ્વના ખેલાડીઓમાં સામેલ થયો હતો. મેસી આ ખાસ લિસ્ટમાં સામેલ થનારો માત્ર ત્રીજો ફૂટબોલર બન્યો હતો. આ પહેલા પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કુવૈતનો બદર અલ મુતાવા  આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.

2005માં કર્યું હતું ડેબ્યૂ

લિયોનેલ મેસીએ 2005માં 18 વર્ષની વયે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તેણે 199 મેચમાં 117 ગોલ કર્યા હતા. 38 વર્ષીય લિયોનેલ મેસીએ આર્જેન્ટિના તરફથી ત્રણ મોટા ખિતાબ - 2022માં ફિફા વર્લ્ડ કપ અને 2021 તથા 2024માં કોપા અમેરિકા જીત્યા છે. 

મેસી આર્જેન્ટિનાનો પ્રથમ ખેલાડી બન્યો

લિયોનેલ મેસીએ અલ્જીરિયા સામે ફિફા વર્લ્ડ કપ ગ્રુપ જે ની પ્રથમ મેચમાં આર્જેન્ટિના તરફથી 200મી વખત મેદાન પર ઉતરતાં જ ભાવુક થઈ ગયો હતો. તે 200 મેચ રમનારો આર્જેન્ટિનાનો પ્રથમ ખેલાડી બન્યો હતો. જેના કારણે તેનું નામ ફૂટબોલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાં લખાયું હતું.

મેસીએ છેલ્લા બે દાયકામાં આર્જેન્ટિનાને અનેક મોટી સફળતાઓ અપાવી છે. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ તોડ્યા અને બનાવ્યા છે. તે આર્જેન્ટિના તરફથી સૌથી વધારે ગોલ કરનારો અને સૌથી વધારે મેચ રમનારો ખેલાડી છે.

ઈન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ મેચ રમનારા ફૂટબોલર

  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડો - પોર્ટુગલ, 228 મેચ
  • બદર અલ મુતાવા - કુવૈત, 202 મેચ
  • લિયોનલ મેસી - આર્જેન્ટિના, 200 મેચ