Sun Sep 13 2026

Logo

ઈરાન હવે લડી લેવાના મૂડમાં, સીઝફાયરનો કર્યો ઈન્કાર કહ્યું, આંતરમાળખા તોડ્યા તો જવાબ આપીશું

Tehran   2026-03-21 20:21:07
Author: Mumbai Samachar Team
ઈરાન હવે લડી લેવાના મૂડમાં, સીઝફાયરનો કર્યો ઈન્કાર કહ્યું, આંતરમાળખા તોડ્યા તો જવાબ આપીશું

તેહરાનઃ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન હવે લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. વળતા હુમલાની સાથે તે હવે ધમકી પણ ઉચ્ચારી રહ્યો છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચીએ જાપાનની ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઈરાન સીઝફાયર કરવા માગતું નથી પણ પોતાના દુશ્મનનો ખાતમો બોલાવી દેવા માગે છે.

અમેરિકા અને ઈઝરાયલ સાથેના યુદ્ધના 22 દિવસમાં ઈરાને આ નિવેદન આપ્યું છે. હકીકત એ પણ છે કે, આ યુદ્ધમાં ઈરાનને મોટું નુકસાન થઈ શકે છે. હજારો નિર્દોષ નાગરિકોના મૃત્યું થયા છે અને વાયુસેનાની ઘણી મિલકત બરબાદ થઈ ચૂકી છે. 

ઈરાન હાર માનવા તૈયાર નથી

મસમોટું નુકસાન થયું હોવા થતાં ઈરાન કોઈ રીતે હાર માનવા માટે તૈયાર નથી. વિદેશમંત્રીએ પોતાની વાત કરતા ઉમેર્યું હતું કે,અમેરિકાના દાવા અને ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઘણું અંતર છે. વિયેતનામ યુદ્ધનું ઉદાહરણ દેતા તેમણે આરોપ લગાવ્યો હતો કે, જે રીતે એ  સમયે અમેરિકાએ હકીકત છૂપાવી હતી તે આજે પણ એવી જ રણનીતિ અપનાવી રહ્યો છે.

ઈરાનના જરૂરી એવા કોઈ આંતરમાળખા પર હુમલો થયો તો કોઈ જ પ્રકારનો સંયમ અપનાવ્યા વગર જવાબ દેવાશે. અમેરિકા એ ન ભૂલે કે કેવી રીતે જ્યારે વિયેતનામમાં હજારોની સંખ્યામાં સૈનિકો માર્યા હતા અને યુદ્ધનું પરિણામ સ્પષ્ટ હતું. એ સમયે પણ જનરલ વિલિયમ વેસ્ટમોર્લેડને વિમાનમાંથી પરત ઘરે બોલાવી લેવાયા હતા અને અમેરિકા જીતી રહ્યું છે એવું રટણ દુનિયાને કર્યું હતું. 

અમારી પાસે પૂરી માહિતી છે

અમે ક્યારેય છૂપાઈને હુમલો નથી કરતા સમય આવ્યે જડબાતોડ જવાબ આપીએ છીએ. ઈઝરાયની એ યોજનાની છૂપી માહિતી છે જે અંતર્ગત તે અમારા આંતરમાળખા પર હુમલો કરી શકે છે.પણ ત્યાં હુમલો થયો જો વળતો જવાબ મળશે. મિડલ ઈસ્ટમાં જંગના કારણે દુનિયાભરમાં ઊર્જાની કટોકટી હવે વધારે કપરી થાય એવા પૂરા એંધાણ છે.

મિડલ ઈસ્ટમાં લડાઈ શરૂ થયા બાદ ભારતની ચિંતા ક્રૂડ ઓઈલ અને ગેસને લઈને વધી ગઈ છે. ખાસ કરીને સપ્લાય ચેઈન પર અસર થતા LPG ગેસની કટોકટી ઊભી થઈ હતી. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાંથી આવતા ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.