કેલિફોર્નિયાઃ મેટા કંપનીની પ્રોડક્ટ ઈન્સ્ટાગ્રામ પર સમયાંતરે એવા અણધાર્યા ફેરફાર કરવામાં આવે છે જે ફીચર માણીને યુઝર્સને જલસા પડી જાય છે. ઈન્સ્ટાગ્રામ પર એડિટનો ઓપ્શન આવ્યા બાદ જે તે વિડિયોમાં એડિટિંગ ઘણું સરળ બની ગયું છે. આ સાથે એમાં મ્યુઝિક ફિચરથી જે તે ટ્રેન્ડી મ્યુઝિક પણ સેટ કરી શકાય છે. આ કારણે મોટાભાગના યુવાનોને ઈન્સ્ટાગ્રામના ફીચર વધારે પસંદ આવી રહ્યા છે. સેલેબ્સથી લઈને સામાન્ય માણસ સુધી દરેક લોકો આ પ્લેટફોર્મ પર એક્ટિવ રહે છે. હવે કંપની આ જ એપ્લિકેશન પર નવા ટુલ્સ આપીને વધારે ફીચર ઉમેરવા માગે છે. આ માટેની કેટલીક તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલાક ટેસ્ટ પણ કરી ચૂકી છે. યુઝર્સને વધારે ફીચર એન્જોય કરવા માટે અને પોસ્ટિંગનું કામ સરળ બને એ માટે હવે એક ફીચર રોલઆઉટ થવાની તૈયારીમાં છે.
ક્રિએટીવ ટુલ્સ છે શું?
એક રિપોર્ટ અનુસાર ઈન્સ્ટાગ્રામ પર હવે ટ્રાંસલેશનની ઝંઝટ ખતમ થશે. આ માટે કંપનીએ એક સાથે 15 ભાષામાં કેપ્શન લખી શકાય એવું ફીચર નક્કી કર્યું છે. Bilingual Captions વિકલ્પની મદદથી વિડિયોના કેપ્શનમાં અન્ય ભાષામાં પણ જે તે કેપ્શનને સેટ કરી શકાશે. આનો સીધો અર્થ એવો થયો કે, હવે યુઝર્સને ટ્રાંસલેશન કરવા માટે અન્ય કોઈ પ્લેટફોર્મ પર જવું નહીં પડે. આ સુવિધા યુઝર્સને એપ્લિકેશન મારફતે મળી રહેશે. કંપનીએ હાલમાં તો 15 ભાષા નક્કી કરી છે જેમાં અંગ્રેજી, હિન્દી, સ્પેનિશ, ફ્રેન્ચ, ઈટાલીયન, જાપાની, પોર્ટુગલી, રશિયન, થાઈ, ગુજરાતી, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષાનો સામવેશ કરવામાં આવ્યો છે.
ડેસ્કટોપ વર્ઝન આવશે
ઈન્સ્ટાગ્રામના એડિટ અને અન્ય કેટલાક ફીચરને ડેસ્કટોપ વર્ઝનમાં લાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. Desktop Versionમાં કંપની કંઈક નવા ફીચર સાથે રોલઆઉટ આપી શકે છે. આ અંગે હાલમાં માત્ર નોટિફિકેશનથી જાણ કરવામાં આવી છે. આ નવું વર્ઝન આવ્યા બાદ મોબાઈલ અને ડેસ્કટોપ વચ્ચે સરળતાથી જે તે લીંક દ્વારા ક્નેક્ટ કરી શકાશે. .
આ માટે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં આ ફીચર સેટ થશે તો અનેક કોન્ટેટ ક્રિએટર્સને રાહત મળી રહેશે. ખાસ કરીને જે તે પ્રાદેશિક કોન્ટેટને એની જ ભાષામાં જે તે કેપ્શન વાંચવા મળશે. બીજી તરફ મોટી રાહત જે તે ટ્રાંસલેશન માટે જે તે પ્લેટફોર્મ પર મથવું નહીં પડે. આ માટે કંપની વિડિયો ફીચર જોતી વખતે પણ કેટલાક ઓપ્શન આપી શકે છે. હાલમાં આ ઓપ્શનમાં શું છે અને તે કેવી રીતે કામ કરશે અંગે ખાસ કોઈ વિગત સ્પષ્ટ કરવામાં આવી નથી. માત્ર ભાષાની જાણકારી આપીને કંપનીએ નોટિફિકેશન પૂરી કરી દીધી છે.
એપ્લિકેશનમાં વધારે ઓપ્શન
વિડિયો એડિટિંગ ટુલ્સ વધારે એડવાન્સ બનાવી દેવાતા રૉ વિડિયોને એડિટ કરવા સરળ બની રહ્યા છે. આ ટૂલ્સની મદદથી, કોન્ટેટ ક્રિએટર્સ હવે સરળતાથી વિડિઓ ટેમ્પ્લેટ્સમાં ઓવરલે ઉમેરી શકે છે.યુઝર્સ પાસે હવે ચોક્કસ વિડિઓને લોક કરવાનો વિકલ્પ મળશે. આ એપમાં કંપનીએ એક નવું 'સીઝનલ સાઉન્ડ ઇફેક્ટ્સ' ફીચર પણ રજૂ કર્યું છે, જે ઉનાળા સાથે સંકળાયેલા વિવિધ નવા ઓડિયો ઇફેક્ટ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
આ ઉપરાંત ચોમાસાના વરસાદનો સાઉન્ડ સેટ કરવા માટે પણ રેઈન સાઉન્ડ ઈફેક્ટને યુઝ કરી શકાશે. આ માટે કંપનીએ મ્યુઝિકના ઓપ્શનમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. આ લીકનો ડાયરેક્ટ ઉપયોગ એપ્લિકેશનમાંથી જ કરી શકાશે.