Wed Aug 19 2026

Logo

અમેરિકા ભારતીય નૌ-સેનાને બે MQ-9B જેટ આપશે, સમુદ્રી દેખરેખ મજબૂત બનશે

2026-08-17 18:28:15
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભારતની સંરક્ષણ તાકાતમાં વધારો થવા જઇ રહ્યો છે. જેમાં અમેરિકા ભારતીય  નૌ- સેનાને  બે MQ-9B જેટ આપવા અંગે કરાર કરવામાં આવ્યા છે. જેની મદદથી ભારતીય નૌ- સેનાની સમુદ્રી દેખરેખ વધુ મજબૂત બનશે. 

રૂપિયા 1,943 કરોડના કરાર પર હસ્તાક્ષર 

આ અંગે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે,  જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ, ઇન્ક. (GA-ASI)સાથે રૂપિયા 1,943 કરોડના  કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

તેમજ મંત્રાલયે જણાવ્યું હતું કે, અદ્યતન સિસ્ટમ્સ, અત્યાધુનિક સેન્સર્સ અને અદ્યતન પેલોડ્સથી સજ્જ, MQ-9B સી ગાર્ડિયન HALE RPAS ભારતીય નૌસેના માટે  દરિયાઈ ક્ષેત્રની દેખરેખ ક્ષમતાઓમાં વધારો કરશે.

ભારતની ક્ષમતામાં વધારો થશે 

આ એરક્રાફ્ટ દરિયાઈ ક્ષેત્રના વિશાળ ભાગોમાં સતત ગુપ્તચર, દેખરેખ અને શોધ (ISR)કવરેજ પ્રદાન કરશે. આ સિસ્ટમ્સ નૌકાદળને મોટા વિસ્તારો પર સતત દેખરેખ જાળવવામાં અને દરિયાઈ પ્રવૃત્તિઓને ટ્રેક અને મૂલ્યાંકન કરવાની તેની ક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરશે. આ એરક્રાફ્ટની મદદથી દરિયાઈ ગતિવિધીઓનું  નિરીક્ષણ કરવાની  ભારતની ક્ષમતામાં વધારો થશે. 

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ વધશે 

આ સિસ્ટમો વિશાળ દરિયાઈ વિસ્તારોમાં સતત ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી કવરેજ પ્રદાન કરશે. જેનાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ગતિવિધીઓ પર નજર રાખવા અને તેનો જવાબ આપવાની ભારતની ક્ષમતા મજબૂત થશે. 

ભારતીય સેના માટે લોઇટરિંગ મ્યુનિશન સિસ્ટમ્સ માટે કરાર 

ઉલ્લેખનીય છે કે, મંત્રાલયે ભારતીય સેના માટે લોઇટરિંગ મ્યુનિશન સિસ્ટમ્સ, સંકળાયેલ શસ્ત્રો અને એસેસરીઝની ખરીદી માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને NIBE પ્રાઇવેટ લિમિટેડ સાથે આશરે રૂપિયા 1,577 કરોડના બીજા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.