Mon Aug 17 2026

Logo

iPhone 18 Pro Maxમાં આવી શકે છે 5400mAh બેટરી અને 48 મેગાપિક્સલ કેમેરા, સિનેમેટિક ફીલ કરાવશે ફોન

California   2026-08-16 19:44:23
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ એપલના આગામી પ્રીમિયમ આઇફોન અંગે જુદી જુદી અફવાઓ ફેલાતી રહે છે. આઇફોન 18 પ્રો મેક્સ સપ્ટેમ્બર 2026માં આઇફોન 18 પ્રો અને કંપનીના પહેલા ફોલ્ડેબલ આઇફોન સાથે લોન્ચ થવાની ધારણા છે. મળતી માહિતી અનુસાર ફોનમાં અગાઉના મોડેલો જેવી જ ડિઝાઇન જાળવી રાખવામાં આવી શકે છે, જ્યારે પ્રદર્શન માટે નવો A20 પ્રો ચિપસેટ પણ હોઈ શકે છે. ટ્રિપલ 48-મેગાપિક્સલ રિઅર કેમેરા સેટઅપ અને 5400mAh બેટરી જેવી સુવિધાઓ અંગેની વિગતો સામે આવી છે. આ વખતે કંપનીએ પોતાના નવા ફોનમાં થોડા ફેરફાર કર્યા છે. 17 પ્રો મેક્સ કરતા 18 પ્રો મેક્સમાં ડિઝાઈનમાં ફેરફાર થઈ શકે છે. 

ફીચર આવા હોઈ શકે છે

જો ડિઝાઈનને યથાવત્ રાખવામાં આવશે તો અંદરના કેટલાક ફીચરમાં ફેરફાર કરવામાં આવશે. ફોનમાં 6.9 ઈંચની સુપર રેટિના ડિસપ્લે આપવામાં આવી છે. 120Hrt રિફ્રેશ રેટ અને 3000 NTની પિક બ્રાઈટનેસ હોઈ શકે છે. iPhone 18 Pro Maxમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે. તેમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 48-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા અને 48-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા હોવાની અપેક્ષા છે. 
સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોન 24-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સાથે આવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, કેમેરા સેટઅપમાં ત્રણેય રીઅર સેન્સર 48 મેગાપિક્સલના હોઈ શકે છે. જ્યારે આઈફોન 12માં 4K અને 30 FPS આપવામાં આવતા એક સિનેમેટિક ફીલ આવે એ પ્રકારના ફીચર આપવામાં આવ્યા હતા. પર્ફોમન્સની દ્રષ્ટિએ જોઈએ તો iPhone 18 Pro Maxમાં A20 Pro ચિપસેટ હોવાની અપેક્ષા છે, જેને સૌથી એડવાન્સ ચીપસેટ માનવામાં આવે છે. 

કિંમત કેટલી હશે અને ક્યારે આવશે?

જે 2-નેનોમીટર પ્રોસેસિંગ પર આધારિત હોઈ શકે છે. તે Appleના 6-કોર ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) સાથે પણ આવી શકે છે. રિપોર્ટમાંથી એ વિગત મળી છે કે ફોનમાં 5400mAh બેટરી હશે જે 25W વાયરલેસ મેગસેફ ચાર્જિંગને સપોર્ટ કરવા સક્ષમ હશે. RAM અને સ્ટોરેજ અંગે સામે આવેલા લીક્સ સૂચવે છે કે 12GB RAM અને 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત ₹1,52,900 હોઈ શકે છે. 

આ નવો ફોન આવતા મહિને લૉંચ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજનું માનવામાં આવે તો 12 જીબી રેમ સાથે 256 ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી સાથે 1 લાખથી વધારે કિંમતમાં ફોન માર્કેટમાં આવી શકે છે.