Mon Oct 05 2026

Logo

માતા બન્યાના બે મહિના બાદ જિમમાં જોવા મળી કરિશ્મા તન્નાઃ ડિપ્રેશન અંગે કરી વાત

2026-09-30 17:19:00
Author: Mumbai Samachar Team
માતા બન્યાના બે મહિના બાદ જિમમાં જોવા મળી કરિશ્મા તન્નાઃ ડિપ્રેશન અંગે કરી વાત

મુંબઈ: માતા બન્યા બાદ વજન ઘટાડવાનું મુશ્કેલ બની જાય છે, પરંતુ એકટ્રેસ સ્ટ્રિક્ટ ડાયટ અને વર્કઆઉટના અમુક જ મહિનાઓમાં સ્લિમ દેખાવા લાગે છે. અભિનેત્રી કરિશ્મા તન્નાએ બે મહિના પહેલા જ દીકરા વેદને જન્મ આપ્યો છે ત્યાર બાદ અભિનેત્રી સતત પોતાના અનુભવ ચાહકો સાથે શેર કરી કર્યાં હતા. હવે એક્ટ્રેસ ધીમે ધીમે પોતાની ફિટનેસ તરફ પરત ફરી રહી છે. તે પોતાના માટે સમય કાઢી રહી છે. 

કરિશ્મા તન્નાએ માતા બનવાનો અનુભવ શેર કરતા લખ્યું કે, 'માતા બનવાથી તમારી દિનચર્યા સંપૂર્ણપણે બદલી શકે છે. સૂવાના સમયથી લઈ જમવાથી લઈને પોતાના માટે થોડો સમય કાઢવા સુધી. પરંતુ આ બધા વચ્ચે તમારે તાલમેલ બેસાડવો પડે છે. કરિશ્મા તન્નાએ જિમ જતા અને વર્કઆઉટ કરતા સેશનની ઝલક બતાવી હતી. 

વર્કઆઉટ કરતી જોવા મળી કરિશ્મા તન્ના 
કરિશ્માના વર્કઆઉટની શરૂઆત સ્પિન બાઇક પર કાર્ડિયોથી થઈ હતી. ત્યારબાદ તેણે રિંગ રોઝ અને ડમ્બેલ્સ સાથે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરી હતી. વીડિયોમાં તે વેઇટેડ વોલ સિટ કરતી પણ જોવા મળે છે. વર્કઆઉટ પૂરું થયા બાદ કરિશ્મા આઇસ્ડ કોફીનો આનંદ લેતી જોવા મળી હતી. આ સમગ્ર રૂટિનથી તે માતા બન્યા બાદ પોતાની દિનચર્યામાં ધીમે-ધીમે ફિટનેસ માટે સમય કાઢી રહી હોવાનું જોવા મળે છે. 

માતા બન્યા બાદ શેર કરી પોસ્ટપાર્ટમ જર્ની 
માતૃત્વ બાદના આ સમયગાળા દરમિયાન કરિશ્મા માત્ર શારીરિક જ નહીં, પરંતુ ભાવનાત્મક પડકારો અંગે પણ ખુલીને વાત કરી ચૂકી છે. અગાઉ એક ઇન્ટરવ્યૂ સાથેની વાતચીતમાં તેણે વેદના જન્મ બાદ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી પસાર થવાનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પ્રસૂતિ બાદ લાગણીઓમાં ખૂબ મોટા ઉતાર-ચઢાવ અનુભવાયા હતા અને ઘણી વખત નાની-નાની બાબતો પર પણ રડવું આવી જતું હતું. 

કરિશ્માએ નવી માતાઓને પોતાને લઈને અપરાધભાવ ન રાખવાની સલાહ પણ આપી હતી. તેના જણાવ્યા પ્રમાણે, દરેક માતા પોતાના અને પોતાના બાળક માટે જે કરી રહી છે તે યોગ્ય છે અને પોતાની જાતને સતત જજ કરવાની જરૂર નથી. તેણે માતૃત્વ દરમિયાન આવતી ખુશી અને ભાવનાત્મક પડકારો બંનેને સ્વીકારવાની વાત કરી હતી.