દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
બેંગ્લૂરુના રેકૉર્ડ-બ્રેક 3/250, ડેવિડ અને પાટીદારે વરસાવ્યો છગ્ગાનો વરસાદ
ચેન્નઈ સામે બેંગ્લૂરુએ આ વખતની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સમાં 20 ઓવરમાં ત્રણ વિકેટે 250 રન કર્યા છે અને ગાયકવાડ ઍન્ડ કંપનીને 251 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો છે. તમામ પાંચ બૅટ્સમેને સાધારણથી સુપર-ડુપર પર્ફોર્મ કર્યું હતું. બેંગ્લૂરુના 250 રન આ વખતનો સર્વોચ્ચ ટીમ-સ્કોર છે. તેમણે હૈદરાબાદનો (કોલકાતા સામેનો) 8/226નો વિક્રમ તોડ્યો છે. ટિમ ડેવિડ (70 અણનમ, 25 બૉલ, આઠ સિક્સર, ત્રણ ફોર) અને કૅપ્ટન રજત પાટીદાર (48 અણનમ, 19 બૉલ, છ સિક્સર, એક ફોર)ની જોડીએ ફક્ત 36 બૉલમાં 99 રનની અતૂટ ભાગીદારી કરીને પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું અને ચેન્નઈની ટીમને મુસીબતમાં મૂકી દીધી, કારણકે ચેન્નઈ આજે પણ હારશે તો આ વખતે એની હારની હૅટ-ટ્રિક થઈ કહેવાશે. ફિલ સૉલ્ટે 46 રન, વિરાટ કોહલીએ 28 રન અને દેવદત્ત પડિક્કલે 50 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈના કમ્બોજ, ઓવર્ટન અને શિવમ દુબેએ એક-એક વિકેટ મેળવી હતી. હવે ચેન્નઈના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો સંજુ સૅમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે અને સરફરાઝ ખાનની આકરી કસોટી થશે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ભાજપે પીએમ મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે ભાજપ મતદાનના પ્રથમ તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સ્ટાર પ્રચારકોની આ યાદી સુપરત કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સના નામ સામેલ છે.
બેંગ્લૂરુ 200 રનને પાર, ચેન્નઈ સતત ત્રીજી મૅચ પણ હારશે?
બેંગ્લૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુએ 17. 5 ઓવરમાં ત્રણ વિકેટે 206 રન કર્યા છે. એ જોતાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે 200-પ્લસનો લક્ષ્યાંક મેળવવો મુશ્કેલ કામ બની શકે. ચેન્નઈના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો સંજુ સૅમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે અને સરફરાઝ ખાનની આકરી કસોટી થશે.
બિહારના મોતીહારીમાં મદરેસામાંથી પિસ્તોલ અને જીવતા કારતૂસ ઝડપાયા, મૌલવી સહિત ત્રણની અટકાયત
બિહારના મોતીહારી જિલ્લામાં પોલીસે એક મદરેસામાં દરોડા પાડી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ ઝડપ્યા છે. આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સ્થળે મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસે ઘણા મુખ્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી
રિષભ પંતે લખનઊને વિજય અપાવ્યો
લખનઊ સુપર જાયન્ટ્સે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને એક બૉલ બાકી રાખીને પાંચ વિકેટથી હરાવીને આ વખતે પહેલી વાર બે પૉઇન્ટ મેળવ્યા છે. કૅપ્ટન રિષભ પંત (68 અણનમ, 50 બૉલ, 83 મિનિટ, નવ ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. હૈદરાબાદે નવ વિકેટે 156 રન કર્યા બાદ લખનઊએ 19.5 ઓવરમાં 5/160ના સ્કોર સાથે વિજય પોતાના નામે કરી લીધો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાનને ચેતવણી આપી
મિડલ ઈસ્ટમાં યુદ્ધ સતત ચાલી રહ્યું છે અને તે સમાપ્ત થવાના કોઇ સંકેત પણ નથી મળી રહ્યા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાનને ચેતવણી આપી છે. જેમાં ઇરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર હુમલાની ધમકી આપી છે.
બિહારમાં અમદાવાદથી ગયેલા સોનાના વેપારીના સ્ટાફ પાસેથી 17 કિલો સોનાની ફિલ્મી સ્ટાઇલે લૂંટ
બિહારના દાનાપૂરમાં ફિલ્મી સ્ટાઇલે 17 કિલો સોનાની રૂપિયા 25 કરોડની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગુનેગારોએ કસ્ટમ અધિકારીઓના સ્વાંગમાં સોનાના વેપારીના સ્ટાફ પાસેથી લૂંટ ચલાવી હતી. જેના પગલે પોલીસે ગુનેગારોને શોધવા સીસીટીવી કેમરાની તપાસ શરૂ કરી છે. અમદાવાદથી ગયેલા સોનાના વેપારીના સ્ટાફને ગુનેગારોએ દાનાપૂરમાં ઓવરબ્રિજ પર ઘેર્યા હતા.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીએસએફ કરશે મતદારોના ઓળખપત્રોની ચકાસણી
દેશના પાંચ રાજ્યોમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. જેના પગલે વિધાનસભા ચૂંટણીઓમાં બીએસએફના કર્મચારીઓ મતદારોના ઓળખપત્રોની ચકાસણી કરશે તેમજ CCTV કેમેરાનું નિયંત્રણ પણ તેમની પાસે રહેશે. જોકે, બીએસએફ ડિરેક્ટોરેટ જનરલના આ નિર્દેશનો વિરોધ શરૂ થઈ ગયો છે.
શમી અને પ્રિન્સ ત્રાટક્યા, ત્રણ વિકેટ પડીઃ હૈદરાબાદની છાવણીમાં હાહાકાર
લખનઊ સુપર જાયન્ટ્સે હૈદરાબાદમાં ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ લીધા બાદ યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદનો ટૉપ બૅટિંગ-ઑર્ડર તોડી પાડ્યો છે. ટોચના ત્રણેય બૅટ્સમેન ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને કૅપ્ટન ઇશાન કિશન પૅવિલિયન ભેગા થઈ ગયા છે. મોહમ્મદ શમીએ ટ્રૅવિસ (સાત રન) અને અભિષેક (0)ને સાવ સસ્તામાં પૅવિલિયન ભેગા કરીને સનસનાટી મચાવી દીધી છે અને ભારતીય સિલેક્ટરોને વિચારતા કરી દીધા છે. કિશન (એક રન)ની વિકેટ પ્રિન્સ યાદવે લીધી છે. પેસ બોલર પ્રિન્સે કિશનને ક્લીન બોલ્ડ કર્યો હતો. 4.4 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 3/13 હતો અને લિવિંગસ્ટન (ચાર રન) તથા ક્લાસેન (0) દાવમાં હતા.

બહારની વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરજોઃ વડોદરાના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં યોગેશ પટેલે નિવેદન આપતાં કહ્યું કે, બહારના વ્યક્તિને ટિકિટ આપે તો લડવાનું , વિરોધ કરવાનો. આપણે કરેલું કામ હોય તો વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. આ ઉપરાંત કહ્યું કે, જો કોઈ કાર્યકરને ટિકિટ ન મળે તો મારી જોડે અબોલા ન કરશો. તેઓને પાર્ટીને જીતાડવા માટે કામ કરવું પડશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમદાવાદમાં ભાજપ આજથી મધ્યસ્થ કાર્યાલય શરૂ કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમદાવાદમાં શહેર ભાજપના પૂર્વ હોદ્દેદારો અને મુખ્ય નેતાઓની હાજરીમાં અલગ અલગ વોર્ડમાં આજથી મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવશે. સાબરમતી, ખાડિયા, સરદાર પટેલ સ્ટેડિયમ, ઘાટલોડીયા, થલતેજ , નિકોલ વોર્ડ સહિતના વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાશે.
ભાજપ તબક્કાવાર ઉમેદવારોની યાદી કરશે જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ તબક્કાવાર ઉમેદવારો જાહેર કરશે. ગાંધીનગરમાં ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં શહેર જિલ્લા 3-3 નામાનો પેનલ તૈયાર કરી રિપોર્ટ સોંપવામાં આવશે, જે બાદ ઉમેદવારના નામો પર મહોર મારવામાં આવશે.
ઓડિશામાં અનામતને લઈ મોટો નિર્ણય
ઓડિશાનાસરકારે મેડિકલ અને ટેકનિકલ શિક્ષણમાં અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC)ના વિદ્યાર્થીઓ માટે અનામતમાં મોટો વધારો કરવાની સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) માટે નવો ક્વોટા દાખલ કર્યો છે. આ નવા સુધારા મુજબ, ST વિદ્યાર્થીઓ માટે અનામત 12% થી વધારીને 22.50% અને SC વિદ્યાર્થીઓ માટે 8% થી વધારીને 16.25% કરવામાં આવી છે, જ્યારે ઓડિશામાં SEBC તરીકે ઓળખાતા OBC વિદ્યાર્થીઓ માટે 11.25% અનામતની જોગવાઈ અમલી બનાવી છે.