Sun Aug 30 2026

Logo

અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગની સાઈટના ખાડામાં ૧૦ પડયાં : એકનું મોત

2026-04-24 22:26:11
Author: સપના દેસાઈ
અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગની સાઈટના ખાડામાં ૧૦ પડયાં : એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપ પશ્ર્ચિમમાં એક વિચિત્ર ઘટના બની હતી, જેેમાં લગ્ન સમારંભમાં એક યુવતીની છેડતી કરનારા યુવક સાથે થયેલા વિવાદ બાદ ત્યાં હાજર લોકો તેને પકડવા માટે દોડ્યા હતા. યુવક દોડીને થોડે દૂર આવેલી ક્ધસ્ટ્રક્શન સાઇટ પર પહોંચી ગયો હતો. યુવકને શોધવા લોકો પણ ત્યાં દોડી ગયા હતા. એ સમયે કન્સ્ટ્રકશન સાઇટ પર એ લોકોમાંથી એક વ્યક્તિ લાકડાના પાટિયાથી ઢાંકેલી વોટર ટેન્કમાં પડી ગઇ હતી. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય લોકો પણ વોટર ટેન્કમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું. ભાંડુપ પોલીસ સ્ટેશનમાં સંબંધિત ડેવલપર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ દુર્ઘટના ગુરુવારે રાતના ભાંડુપ પશ્ર્ચિમમાં જનતા માર્કેટમાં મેટ્રો મોલ નજીક બની રહેલી સ્લમ રીહેબિલિટેશન ઓથોરિટીની બિલ્ડીંગની (એસઆરએ)નજીક બની હતી.પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે, ૨૩ એપ્રિલના મોડી રાતના ૧૧.૧૫ વાગે ભાંડુપ પશ્ર્ચિમમાં કાકા પેટ્રોલ પંપ પાછળ માતોશ્રી મૅરેજ હૉલ  એક યુવતીની છેડતી કરવામાં આવી હતી અને તેના પરથી મોટો વિવાદ થયા બાદ છેડતી કરનારા અજાણ્યા યુવક ભાગી છૂટયો હતો.  

આ યુવકને પકડવા માટે મૅરેજ હૉલમાં રહેલા અન્ય લોકો તેની પાછળ દોડતા નજીકમાં આવેલી એક એસઆરએ બની રહેલી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગયા હતા અને ત્યાં યુવક નહીં દેખાતા ત્યાથી તેઓ આગળ જતા ત્યાં લાકડાના પાટિયાથી તેમ  જ પતરાથી ઢાંકેલી અંડર ક્ધસ્ટ્રકશન વોટર ટેન્કમાં આ ગ્રૂપમાનો એક યુવક અંદર પડી ગયો હતો. તેને વોટર ટેંકમાંથી બહાર કાઢવા તેની પાછળ ગયેલા અન્ય લોકો પણ આ ટેંકમાં પડી ગયા હતા. આ ગ્રૂપના કુલ છ વ્યક્તિ અને તેની પાછળ ક્ધસ્ટ્રકશન સાઈટ પર રહેલા ત્રણ મજૂરો સહિત કુલ નવ લોકો જખમી થયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ સહિત ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને તમામ લોકોને બહાર કાઢયા હતા. પોલીસના જણાવ્યા મુજબ કુલ નવ લોકો જખમી થયા હતા, તેમાંથી ૨૫ વર્ષનો ભાલચંદ્ર ગણેશ પલ્લા ગંભીર રીતે જખમી થતા તેને નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો બાકીના આઠ લોકો જખમી થતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.