Sun Aug 30 2026

Logo

સફેદ અનારકલીમાં જયા કિશોરીનો દમદાર અંદાજ! ફેન્સે કરી દિલ ખોલીને કોમેન્ટ

2026-08-29 21:43:59
Author: Mumbai Samachar Team
સફેદ અનારકલીમાં જયા કિશોરીનો દમદાર અંદાજ! ફેન્સે કરી દિલ ખોલીને કોમેન્ટ

નવી દિલ્હીઃ જાણીતી મહિલા કથાકાર જયા કિશોરી ફરી એકવાર પોતાની સાદગીને લઈને ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર તેના રક્ષાબંધનના ફોટો પર એના ફોલોઅર્સ અને ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. રક્ષાબંધનના સેલિબ્રેશનના ફોટો તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે કોઈ સ્વર્ગની અપ્સરાથી કમ લાગતા નથી. એક એથનિક લૂકમાં જોવા મળતા જયા કિશોરી દર વખતે પોતાની સાદગી સાથે અલગ સ્ટાઈલથી સૌને ચોંકાવી દે છે. 

ધી બેસ્ટ લૂક
રાહુલ નાંવેદ નામના યુઝરે જયા કિશોરીના રક્ષાબંધનના સેલિબ્રેશનના ફોટો-વીડિયો પોસ્ટ કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તે પોતાના ભાઈને રાખડી બાંધી રહ્યા છે. મીઠાઈ ખવડાવી રહ્યા છે. આ દરમિયાન એનો એક સિંપલ લૂક અને ટ્રેડિશનલ આઉટફિટ પરથી લોકોની નજર હટતી નથી. સફેદ કલરનો એબ્રોડરી અનારકલી ડ્રેસ પહેર્યો છે આ વ્હાઈટ સૂટ પર ગોલ્ડન કલરની બોર્ડર ડ્રેસને ઉઠાવ આપે છે. એબ્રોડિરીમાં દમદાર બારિકી કરવામાં આવી છે.


જે સમગ્ર આઉટફિટને ચારચાંદ લગાવી જાય છે. નેચરલ અને ગ્રેસફૂલ અંદાજને દરેક વ્યક્તિ પસંદ કરી રહ્યો છે. સિંપલ એલિગન્ટ સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો. ગોલ્ડન ઈયરરિંગ અને મિનિમમ જ્વેલરી પહેરી હતી. કપાળે નાનકડી બિંદી પણ લગાવી હતી. જે એના ટ્રેડિશનલ લૂકમાં ઔર વધારો કરી જાય છે. મિનિમમ મેકઅપ સાથે પોતાનો લૂક એકદમ સાદો રાખ્યો છે. 

 

સાદગીની સોશિયલ મીડિયા પર ચર્ચા
આ ફોટોમાં એની સાદગી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીરમાં તે જમીન પર બેસીને પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે. મીઠાઈ આપી રહી છે. ગિફ્ટ લેતી વખતે એની સાથે વાતચીત કરી રહી છે. તસવીર પરથી કહી શકાય કે, ઘરના માહોલમાં એક અલગ પોતીકાપણા વચ્ચે કથાકારે ફોટો ક્લિક કરાવ્યા હતા. એનો આ લૂક અનેક યુવતીઓ માટે ઈન્સપીરેશન બની શકે છે. સિંપલ, સોબર અને એલિગન્ટ ઈન્ડિયન આઉટને જેઓ પસંદ કરે છે એના માટે જયાનો આ લૂક ઉદાહરણ સમાન છે. સફેદ ડ્રેસમાં પણ બારિકીભરી એમ્બ્રોડરી અને ગોલ્ડન આઉટલાઈનથી લૂક પર્ફેકટ બની જાય છે. ફેન્સ આ ફોટો પર એકથી એક ચડિયાતી કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટો પર 8 હજારથી વધારે લાઈક્સ આવી ચૂકી છે.