Mon Oct 05 2026

Logo

ભારત સાથે ગલવાનની ટક્કર કરાવનાર જનરલ પર ચીનનું એક્શન, હવે નહીં કરી શકે સૈન્યની લીડરશીપ

Beijing   2026-08-29 19:30:25
Author: Mumbai Samachar Team
ભારત સાથે ગલવાનની ટક્કર કરાવનાર જનરલ પર ચીનનું એક્શન, હવે નહીં કરી શકે સૈન્યની લીડરશીપ

બેઈજિંગઃ ચીનની સરકારે એક મોટું એક્શન લીધું છે જેની નોંધ ગ્લોબલ લેવલ પર લેવાઈ રહી છે. ચીનની સરકારે સૈન્યના અધિકારી જનરલ ઝાઓ જોંગકીને પોતાના પદ પરથી હટાવી દીધા છે. આ એ જ વ્યક્તિ છે જેણે ગલવાનની ખાડીમાં ભારતીય સૈન્ય સામે લડવા માટેના ચીનના સૈનિકોને આદેશ આપ્યા હતા. ડૉલકામ ક્ષેત્રમાં થયેલા ઘર્ષણમાં અનેક ભારતીય જવાનોને ઈજા પહોંચી હતી. જ્યારે વર્ષ 2020માં ડોકલામમાં ઘર્ષણ થયું એ સમયે વેસ્ટર્ન થિએટર કમાન્ડનું સુકાની જનરલ ઝાઓ જોંગકી સંભાળી રહ્યા હતા.  પીએલએનું વેસ્ટર્ન થિયેટર કમાન્ડ જ તિબેટ અને શિનજિયાંગ તેમજ ચીન-ભારત સરહદના નોંધપાત્ર ભાગમાં ચીનના લશ્કરી કાર્યવાહીને નિયંત્રિત કરે છે. 

72 દિવસ સુધી ચાલી હતી અથડામણ

આ અહેવાલ 29 ઓગસ્ટના રોજ બહાર આવ્યો હતો. ઝાઓએ જ ભારત વિરુદ્ધ ગાલવાન કાર્યવાહીને મંજૂરી આપી હતી. ઝાઓની ચાઈનિઝ પીપુલ્સ પોલિટિકલ કંસલ્ટેટિવ કોન્ફરન્સની સભ્યતા પણ છીનવી લેવામાં આવી છે. આ સિવાય અન્ય બે પાર્ટીઓમાંથી પણ એને હટાવી દેવામાં આવ્યા છે. જિંગપિંગના ભ્રષ્ટાચાર વિરૂદ્ધના અભિયાન અંતર્ગત ચીને નિયમ અને અનુશાસનના ભંગ બદલ અન્ય સિનિયર જનરલ, ઝાંક યુક્સિયા તથા લીયુ ઝોનલીને રાજ્યના કેન્દ્રીય સૈન્યમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2017માં ડોકલામમાં ચીન અને ભારતીય સૈનિકો 72 દિવસ સુધી આમનેસામને લડ્યા હતા. એ સમયે ઝાઓ વેસ્ટર્ન થિએડરનો મોરચો સંભાળી રહ્યા હતા. એ પછી ગલવાનમાં માથાકુટ થઈ હતી. જેમાં ચીન અને ભારતીય સૈન્ય સામસામે આવી ગયું હતું અને મારામારી પણ થઈ હતી. યુએસ ગુપ્તચરે એક રિપોર્ટનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે ઝાઓએ ભારતને પાઠ ભણાવવા માટે ગલવાન ઓપરેશનને મંજૂરી આપી હતી. ઝાઓના કાર્યકાળ દરમિયાન મે 2020 માં પૂર્વી લદ્દાખમાં ઘર્ષણ શરૂ થયું હતું. 

ચીને વૈશ્વિક ફલક પર વાત સ્વીકારી

ત્યારબાદ, પીએલએએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર અનેક સ્થળોએ સૈનિકો તૈનાત કર્યા. 15 જૂનના રોજ, ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે પથ્થરો, સળિયા અને કામચલાઉ હથિયારોનો ઉપયોગ કરીને અથડામણ થઈ, જેમાં 20 ભારતીય સૈનિકોના મોત થયા. મે 2020 માં પૂર્વી લદ્દાખમાં ગતિરોધ શરૂ થયો ત્યારે તેઓ ચાર્જમાં હતા - એક એવી પરિસ્થિતિ જે પછીના મહિને ઘાતક ગલવાન અથડામણમાં પરિણમી હતી. યુએસ ગુપ્તચર એજન્સીને ટાંકીને 2020 માં અહેવાલ આપ્યો હતો કે ઝાઓએ "ભારતને પાઠ ભણાવવા" માટે ગલવાન ઓપરેશનને મંજૂરી આપી હતી. આ અથડામણમાં વીસ ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું. જ્યારે ચીને સત્તાવાર રીતે ચાર PLA સૈનિકોના મૃત્યુનો સ્વીકાર કર્યો.