નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી દલિત વિરોધના આરોપને લઈ ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ તથા ગુરૂ પ્રકાશ પાસવાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ઈતિહાસ દલિત વિરોધી રહ્યો છે. ગુરૂ પ્રકાશ પાસવાને કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી દલિત વિરોધી ચહેરા છે. નામાંકન દાખલ કરતી વખતે ખડગે પણ બાહર રહ્યા હતા. શું દલિતોને અંદર સ્થાન ન મળવું જોઈએ? શું એમનું સ્થાન અંદર નથી?
જુઠ્ઠાણાનો પર્દાફાશ
નારાયણસ્વામી રાહુલ ગાંધીનું ચંપલ ઊઠાવી રહ્યા છે આ તે કેવી માનસિકતા છે? આ શું ચાલી રહ્યું છે એ અંગે અમારે કોઈ મોટી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. દલિત સમાજ એ જ સમયે યાદ આવે છે જ્યારે રાજકીય રોટલા શેંકવાના હોય. આ દેશને તોડનારી શક્તિ સાથે ઊભા છે. ખડગે અધ્યક્ષ તો બની ગયા પણ એને મુખ્યમંત્રી બનાવવામાં આવતા નથી.પાસવાને બે વીડિયો શૅર કરતા ઉમેર્યું હતું કે,કોંગ્રેસ પાર્ટી અને તેના યુવરાજના એજન્ડાનો પર્દાફાશ થઈ ગયો છે. તેઓ સતત સમાજ કેવી રીતે તૂટે, સમાજને તોડનારી શક્તિઓને તેઓ સાથ આપી રહ્યા છે. ખોટું બોલીને સતત એક પ્રકારનો એજન્ડા બનાવી રહ્યા છે. આજે અમે એ જ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા માટે આવ્યા છીએ.. રાહુલ ગાંધી કોંગ્રેસનો એ ચહેરો છે જે દલિત વિરોધી છે.
કોંગ્રેસની માનસિકતા આવી?
એક ફોટો શૅર કરતા કહ્યું હતું કે, આ ફોટો એ સમયનો છે જ્યારે વાયનાડમાં તેઓ નામાંકન ભરવા માટે ગયા હતા.જેમાં કોંગ્રેસ નેતા સાથે એમનો પરિવાર હતો, પણ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાહરથી જોઈ રહ્યા હતા. શું દલિતો માટે અંદર સ્થાન નથી? દલિતોનું સ્થાન બાહર છે? રાહુલ ગાંધીને એ જ પૂછવા માગુ છું કે, શું એમની પાસે કોઈ નૈતિક અધિકાર નથી?આ સિવાય ભાજપના નેતાએ પોંડીચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ સ્વામીની એ તસવીર બતાવી જેમાં તેઓ રાહુલ ગાંધીના ચંપલ ઊઠાવી રહ્યા છે. આ કોંગ્રેસ પાર્ટીની કેવી માનસિકતા છે? આ વિશે વધુ સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર નથી.
સુધાંશુ ત્રિવેદીએ કર્યા મોટા સવાલ
સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું. જો તમને ખરેખર દલિત સમુદાયની ખૂબ જ ચિંતા હોય, તો 18 જુલાઈ 2019 ના રોજ ભીવાડીમાં હરીશ જાટવ પર થયેલા હુમલા અને ત્યારબાદ 15 ઓગસ્ટના રોજ તેમની આત્મહત્યા પર વિચાર કરો. હકીકત એ પણ છે કે, નવેમ્બર 2019 ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાની ગઠબંધન સરકાર હતી. તા.23-26 નવેમ્બર 2019 વખતે ગઠબંધનના ભંગાણ થયા અને ચૂંટણી પછીના રાજકીય સંકટ વચ્ચે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે 23 નવેમ્બરના રોજ અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જોકે, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જતાં બંનેએ 26 નવેમ્બરના રોજ રાજીનામું આપ્યું. 28મી નવેમ્બર 2019ના રોજ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે મળીને મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર બનાવી હતી. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. આ સમીકરણને ધ્યાને રાખીને સુધાંશુ ત્રિવેદીએ સવાલ કર્યા હતા કે, એ સમયે કોની સરકાર હતી?
દલિત વોટબેંકનો મુદ્દો ગણાવ્યો
એક દલિતના જીવનના મૂલ્યને એક વિશ્વસનીય મતબેંકની સરખામણીમાં તોલવાની ગણતરી કરવામાં આવે છે. જ્યારે તે વિશ્વસનીય મતબેંક દાવ પર લાગે છે, ત્યારે દલિતનું ગૌરવ અને જીવન તુચ્છ લાગવા લાગે છે. કર્ણાટકમાં, પીએફઆઈના સભ્યોએ અનુસૂચિત જાતિ સમુદાયના કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘર પર હુમલો કર્યો. પગલાં લેવાથી દૂર, પાર્ટી પોતાના નેતા સાથે ઉભી રહી શકી નહીં. તેમણે પોતાની લડાઈ એકલા લડવી પડી અને આખરે પાર્ટીને ભ્રમમાં મૂકી દીધી. આ કોંગ્રેસની વાસ્તવિકતા છે. મારું માનવું છે કે આ સત્યો અને તથ્યો વિવિધ પક્ષોની સાચી લાગણીઓને સ્પષ્ટપણે પ્રગટ કરે છે.