પ્રથમ ટેસ્ટમાં કાંગારુઓને 198 રનમાં આઉટ કરી દીધા, બાંગ્લાદેશના એક વિકેટે 96 રન
ડાર્વિન (ઑસ્ટ્રેલિયા): બાંગ્લાદેશના ટેસ્ટ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયામાં છેલ્લે 2003માં નૉર્ધર્ન ટેરિટરીના સૌથી મોટા ડાર્વિન (Darwin) શહેરમાં ટેસ્ટ મૅચ રમ્યા ત્યાર પછી 23 વર્ષ સુધી આ દેશમાં તેમની ટેસ્ટ ટીમ ક્યારેય નહોતી આવી, પણ 2026નું વર્ષ પરિવર્તનશીલ બન્યું છે અને બાંગ્લાદેશે 23 વર્ષે આ દેશનો પ્રવાસ ખેડ્યો છે અને તેમની સિરીઝની પહેલી ટેસ્ટ ડાર્વિનમાં જ રમાઈ રહી છે.
ગુરુવારે ટેસ્ટ (Test)ના પ્રથમ દિવસે ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર 198 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને એ પેસ બોલર હસન મહમૂદ (પંચાવન રનમાં છ વિકેટ)ના તરખાટને કારણે શક્ય બન્યું હતું. પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમનો પ્રથમ દાવ 53 ઓવરમાં સમેટાઈ ગયો હતો. એકમાત્ર સ્ટીવ સ્મિથ (71 રન)ની હાફ સેન્ચુરી એમાં સામેલ હતી. ટ્રૅવિસ હેડ, માર્નસ લાબુશેન અને કૅમેરન ગ્રીન સહિતના બીજા બૅટ્સમેનોમાંથી એકેય પ્લેયર પચીસ રન પણ નહોતો કરી શક્યો. તાસ્કિન અહમદ અને ઇબાદત હોસૈને બે-બે વિકેટ લીધી હતી.
Hasan Mahmud: 6/55 vs Australia (Darwin, 2026 1st Test)
— 🏏Cricket-Soccer⚽ Nostalgiation (@RiteshJ88156274) August 13, 2026
Overs: 17.0
Maidens: 3
Runs: 55
Wickets: 6
Economy: 3.24
Key Scalps: Steve Smith (71), Travis Head (22), Jake Weatherald (23) #WTC27 #AUSvsBAN #Darwin #TestCricketpic.twitter.com/lq6r0ZhX12
નજમુલ શૅન્ટોના સુકાનમાં બાંગ્લાદેશે રમતના અંત સુધીમાં એક વિકેટે 96 રન બનાવ્યા હતા. મોમિનુલ હક 35 રને અને તેન્ઝિદ હસન 32 રને રમી રહ્યો હતો. એકમાત્ર વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. એ તેની 434મી વિકેટ હતી. એ સાથે તે ટેસ્ટ ક્રિકેટના તમામ બોલર્સમાં સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો હતો. તેનાથી ચડિયાતા તમામ 10 બોલર રાઇટ-હૅન્ડ છે.
બાંગ્લાદેશ આ પહેલાં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમ્યું ત્યારની બાંગ્લાદેશની ટીમમાં ખાસ કરીને મોહમ્મદ અશરફુલ, હબિબુલ બાશર, આલોક કપાલી, ખાલેદ મશૂદ અને મશરફી મુર્તઝા જેવા જાણીતા ખેલાડીઓ હતા. ત્યારે સ્ટીવ વૉ ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન હતો અને તેની ટીમમાં જસ્ટિન લૅન્ગર, મૅથ્યૂ હેડન, રિકી પૉન્ટિંગ, ડૅરેન લીમન, ઍડમ ગિલક્રિસ્ટ, બે્રટ લી, ગ્લેન મૅક્ગ્રા, સ્ટુઅર્ટ મૅકગિલ, માર્ટિન લવ તથા જેસન ગિલેસ્પી હતા. ઑસ્ટ્રેલિયા એ ટેસ્ટ એક દાવ અને 132 રનથી જીતી ગયું હતું.