Tue Aug 18 2026

Logo

સૈફઅલી ખાનના 56મા જન્મદિવસે કરીના કપૂરે ખાસ અંદાજમાં કરી બર્થ-ડે વિશ, વેકેશનની તસવીર થઈ વાયરલ

2026-08-16 18:29:31
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના 'નવાબ' તરીકે જાણીતા ખાન સૈફઅલી ખાનનો આજે 16 ઓગસ્ટના દિવસે જન્મદિવસ હતો. સૈફઅલી ખાન 56 વર્ષના થઈ ગયા છે. એમના જન્મદિવસના દિવસે પત્ની કરીના કપૂરે એક મસ્ત પોસ્ટ લખીને એમને વિશ કર્યું છે. સૈફઅલી ખાન કોઈ જ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. પત્ની કરીના કપૂરે એક ખાસ અંદાજમાં એમને જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પતિ સૈફઅલી ખાન સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી.આ ફોટોમાં તે પતિ સૈફ, દીકરો તૈમુર અને જહાંગીર સાથે વિદેશમાં આનંદ માણી રહ્યા છે. 

બીજો કોણે-કોણે વિશ કર્યું

કરીનાએ આ તસવીરને પોસ્ટ કરતા લખ્યું હતું કે,મારા હંમેશાના સાથીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા વગર જિંદગી ખૂબ જ બોરિંગ હોય છે. ઈન્સ્ટાગ્રામ પર જેટલી આ વિષયને લગતી પોસ્ટ કરી છે એ તમામ સૈફની મંજૂરીથી કરવામાં આવી છે. એને ખૂજ જ ગમે છે જ્યારે એની કોઈ તસવીરને હું પોસ્ટ કરૂ છુ. 

કરીનાએ પતિ સૈફ સાથેની જે કોઈ તસવીર શૅર કરી છે તે તમામ તસવીર કોઈને કોઈ વેકેશન દરમિયાન ક્લિક કરવામાં આવી છે. આ તસવીરમાં કરીના ટુ પીસમાં સમુદ્ર કિનારે સૈફ સાથે પોઝ આપતી જોવા મળી હતી. સૈફને વિશ કરવા માટે મોટી બહેન કરીના કપૂરે પણ કમેન્ટ કરીને બર્થ ડે વિશ આપી હતી. 

તેણે લખ્યું કે, સૈફુ હેપ્પી બર્થ ડે, કરિશ્મા સિવાય રિયા કપૂર, મલાઈકા અરોરા તથા સબા પટૌડીએ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી. સૈફઅલી ખાન કોઈ જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ નથી. છેલ્લા કેટલાક સમયથી તેમણે બોલિવૂડના ફિલ્મી પ્રોજેક્ટથી પણ એક અંતર બનાવી લીધું છે. જ્યારે કરીના કપૂરીની છેલ્લે 'ક્રૂ'નામની ફિલ્મ આવી હતી.

ફિલ્મીગ્રાફ આવો રહ્યો
જ્યારે કરિશ્મા કપૂરે એક લાંબા બ્રેક પછી 'બ્રાઉન' નામની એક વેબસિરીઝ કરી હતી. આ સિરીઝ ઠીકઠાક ચાલી હતી પણ વેબસિરીઝની દુનિયામાં કરિશ્મા કપૂરની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી. આ પછી હવે તે આ જ પ્રકારના આગળ રોલ પ્લે કરે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે કરીના કપૂર પાસે આગામી દિવસોમાં કોઈ ફિલ્મી પ્રોજેક્ટ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 
કરીના અને સૈફના વેકેશનની ઘણી તસવીર સોશિયલ મીડિયા પર આવે છે. કરીના પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. વેકેશન દરમિયાન તે કોઈ જ પાર્ટી કે, વેકેશનનો ફોટો પોસ્ટ કરવાનું ચૂકતી નથી. આ વખતે પણ મેમરીઝને યાદ કરીને એક પોસ્ટ મૂકી હતી જે પોસ્ટ પણ વેકેશનમાંથી જ લેવામાં આવી હતી