Tue Apr 28 2026

Logo

અલખનો ઓટલોઃ ગુરુએ મુંને જ્ઞાન રો ગાંજો પાયો...

2026-04-27 09:43:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

ડૉ. નિરંજન રાજ્યગુરુ

રવિભાણ સંપ્રદાયના ત્રિકમસાહેબના શિષ્ય સીલદાસજીએ ગાયું છે :

રોમે રોમે રંગ છાયો, ગુરુએ મુંને જ્ઞાન રો ગાંજો પાયો રે જી..ર
કરમ કોદાળી, થીર સે થાણો, ધીરજ ધરતીકું ખેડાયો,
દયા ધરમના ધોરી જોડ્યા, પ્રેમસે પાણી પાયો...
ગિયો ગાંજો,બે પાન લાગ્યાં, ઓહમ્ સોહમ્ કળી લાયો,
પાકતાં ગાંજો પેટાવી બેઠો, ને પાંચો ચોર ભગાયો..
ગુરુએ મુંને જ્ઞાન રો ગાંજો પાયો રે જી...0
કાપ કૂટ ગાંજો નિજ ઘ2 લાયો, મનકો કામે લગાયો,
ચેતન જલસે ધોવા સારૂ, જુગતિ કો જલ મંગવાયો..
પીતાં ગાંજો અલખ ધૂન લાગી, નિરભે નિશાન ઘુરાયો,
સીલદાસ ગુરુ ત્રિકમ ચરણે, મેં તો જલમ મરણ કો મિટાયો..
                           ગુરુએ મુંને જ્ઞાન રો ગાંજો પાયો રે જી...0
    
રવિ-ભાણ સંપ્રદાયના કચ્છ હિંગરીયાના હરિસાહેબના શિષ્ય દયારામજીએ ગાયું :
ગુરુ ગમ ગાંજા પીયા નિરંજન, નિશાં ચડી નિજ નામ તણી,
પ્રેમી પુરૂષને દીયા પ્રેમસે, હાથ ચડ ગઈ હીરા કણી..
ગાંજા તણી તો ગંમ જ નહોતી, સદગુરુએ આપ્યો ધોઈ કરી,
વિવેક વિચાર ચિત્તની ચલમમાં, કબુધી કોયલા ઉપર ધરી..
શરીર સાફી ધોઈ કર લીની, ધીરજ કેરી જડદાલ કરી,
શીલ સંતોષ કેરા લગાડ્યા સાબુ, પછી સતસંગીને હાથે ચડી..
ગુંન ગુંન ગુંન માંહી હોતી ગરજના, ઓહમ્ સોહમ્ની ભભકું ભરી,
ઔર નશા તો ચડે ને તરે, આ તો તરે નહીં કબુવે ફરી..
અરધ ઉરધના ઘાટ ઉપરે, સંતે પીધા પ્રેમે કરી,
કહે દયારામ હરિ ગુરુ શરણે, આવો અવસર ના આવે ફરી...
એજ પ્રમાણે રવિ-ભાણ સંપ્રદાયના દાસી જીવણસાહેબની પરંપરાના પ્રેમવંશી વાઘા-વિરમની પરંપરાના  ખેમ શિષ્ય મૂળદાસ(વાછરા) ગાય છે -
મારા ગુરુજીએ ગાંજો મને પાયો, આમાં રંગ ચડી રહ્યો છે સવાયો..
-મારા ગુરુજીએ ગાંજો મને પાયો...0

ઘૂંટી ઘૂંટીને ખૂબ જ ઘૂંટ્યો, આમાં રોમ રોમ રંગ લાગ્યો,
ઈંગલા ને પિંગલા પીવન લાગી, નાડી નાડીમાં રંગ લાગ્યો..
નૂરતે સુરતે નિરખન લાગી ઈ તો શૂનમાં દીઠો સવાયો,
મૂળદાસ કહે સત ખીમના ચરણે, મેં તો ગુલતાન થઈને ગાયો..
                      -મારા ગુરુજીએ ગાંજો મને પાયો...