Mon May 25 2026

Logo

ગૌતમ સિંઘાણીયાના બોટ અકસ્માતમાં ગુમ થયેલા મહેશ રામચંદ્રનની ખેલકૂદની આ સિદ્ધિઓ વિશે જાણો છો?

2026-03-23 16:24:45
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી: તાજેતરમાં માલદીવમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાણિયા (Singhania)ની સ્પીડબોટનો જે અકસ્માત થયો એમાં દરિયામાં ગુમ થઈ ગયેલા એ બોટના મહેશ રામચંદ્રન (Ramachandran) વિશે સૌ કોઈ ચિંતિત તો છે જ, તેમણે ભૂતકાળમાં મેળવેલી સિદ્ધિઓની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ સ્પીડબોટ અકસ્માતમાં ગુમ થયેલાઓમાં પાંચ વખત ઇન્ડિયન નેશનલ રેલી ચેમ્પિયન બનેલા હરિ સિંહનો પણ સમાવેશ થાય છે. નસીબજોગે, સિંઘાણિયાને નજીવી ઈજા થઈ હતી અને તેમને મુંબઈ પાછા લાવવામાં આવ્યા છે.

મહેશ રામચંદ્ર ઉદ્યોગપતિ સિંઘાણીયાની આ યૉટના કેપ્ટન હતા. ખેલકૂદ ક્ષેત્રે અપાતા પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી અર્જુન પુરસ્કાર જીતી ચૂકેલા રામચંદ્રને નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી ગ્રેજ્યૂએશન કર્યું હતું.

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી રામચંદ્રન બોટ રેસિંગમાં ઘણી રાષ્ટ્રીય સ્પર્ધા જીત્યા હતા. તેમણે એશિયન ગેમ્સ તેમ જ વર્લ્ડ મિલિટરી ગેમ્સમાં પણ મેડલ મેળવ્યા હતા. બોટ હરીફાઈના તેમના ક્ષેત્રે એક સમયે તેઓ મૅચ રેસિંગમાં વિશ્વના ટોચના 15 ખેલાડીમાં ગણાતા હતા. તેઓ ઘણી વખત ‘યૉટમૅન ઓફ ધ યર' એવોર્ડ જીત્યા હતા.