નવી દિલ્હી: દેશમાં સીઇસી મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઇન્ડી ગઠબંધનના સાંસદો સાથે મુલાકાતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે ઇનકાર કર્યો હતો. તેમજ કહ્યું કે સુપ્રીમ કોર્ટના દરવાજા સૌ માટે ખુલ્લા છે અને દરેક ભારતીય નાગરિકને કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર છે. તેમણે લોકસભા વિપક્ષના નેતા અને મલ્લિકાર્જુન ખડગેને આપેલા જવાબમાં કહ્યું કે પડતર કેસો અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજવી એ 'સત્તાના પૃથ્થકરણ'ના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાશે અને તે ન્યાયિક ગરિમા તથા મર્યાદાની વિરુદ્ધ હશે.
સુપ્રીમ કોર્ટ પાસે વહીવટી સત્તા નથી
સીઇસી મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ તેમની ચિંતાઓ રજૂ કરવા અને હસ્તક્ષેપની વિનંતી કરવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો. જોકે, મુખ્ય ન્યાયાધીશે આ વિનંતીનો અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વહીવટી સત્તા નથી. તેમજ મુખ્ય ન્યાયાધીશે વિપક્ષી નેતાઓને સલાહ આપી હતી કે તેઓ આવેદનપત્ર સુપરત કરવાને બદલે અનુચ્છેદ 32 હેઠળ કોર્ટની ન્યાયિક સત્તાઓનો ઉપયોગ કરવો જોઇએ.
Supreme Court CJI : सुर्य कांत यांनी राहुल गांधी यांना भेट नाकारण्यामागे काय सांगितलं? | Gyanesh Kumar #RahulGandhi #CJI #SuryaKant #GyaneshKumar #SupremeCourt #Congress #Opposition #IndianPolitics #PoliticalNews #MarathiNews #राहुलगांधी #सरन्यायाधीश #सूर्यकांत #ज्ञानेशकुमार https://t.co/xs2C80GTch
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 12, 2026
સુપ્રીમ કોર્ટમાં 13 ઓક્ટોબરે આ પ્રકારના અન્ય મામલાઓની સુનાવણી
ભારતના મુખ્ય ન્યાયાધીશે એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં 13 ઓક્ટોબરે આ પ્રકારના અન્ય મામલાઓની સુનાવણી થવાની છે. તેમણે પત્રમાં સલાહ આપી હતી કે રાહુલ ગાંધી અને ખડગે આજે સવારે 10.30 થી સાંજે 4.30 વાગ્યાની વચ્ચે રૂબરૂમાં અથવા ગમે ત્યારે ઈ-ફાઇલિંગ દ્વારા અરજીઓ દાખલ કરી શકે છે. સીજેઆઈ એ તેમના પત્રમાં ખાતરી આપી હતી કે આવી કોઈપણ અરજી પર કાયદા અનુસાર શક્ય તેટલી વહેલી તકે સુનાવણી કરવામાં આવશે.