Mon Oct 12 2026

Logo

વલસાડના રહેવાસીઓ માટે ખુશખબર: 'દમણગંગા બેરેજ યોજના'નું કામ ટૂંક સમયમાં શરૂ થશે

2026-10-12 17:57:06
Author: Mumbai Samachar Team
વલસાડના રહેવાસીઓ માટે ખુશખબર: 'દમણગંગા બેરેજ યોજના'નું કામ ટૂંક સમયમાં શરૂ થશે

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં છેવાડાના માનવી સુધી સિંચાઇ અને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વલસાડ જિલ્લાના રહીશો માટે એક અત્યંત મહત્ત્વના અને આનંદના સમાચાર મળ્યા છે. 

સમગ્ર દેશમાં છેવાડાનાં માણસ સુંધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવાની મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં દમણગંગા બેરેજ યોજના થકી ખેતીમાં સિંચાઇને લાભ મળશે અને વાપી શહેરની જનતા તથા આસપાસનાં ઉદ્યોગોને પણ પાણી મળશે.

દમણગંગા નદી પર બનનારી‘દમણગંગા બેરેજ યોજના’ હવે ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર રૂ. 159.50 કરોડનાં ખર્ચે આ યોજના ઝડપથી આગળ વધી રહી છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટથી સિંચાઈ, ભૂગર્ભજળના રિચાર્જ અને પીવાના પાણીના પુરવઠામાં પણ સુધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

અહીં એ જણાવવાનું કે જિલ્લાના વાપી તાલુકાના નામધા ગામ નજીક હાલના વાપી વિયરથી ત્રણ કિલોમીટર ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં આ બેરેજ બનાવવામાં આવશે, જ્યારે તેની કુલ જળસંગ્રહ ક્ષમતા 5.49 મિલિયન ઘનમીટર રહેશે, જ્યારે જળસંગ્રહ વિસ્તાર પણ 2,250 ચોરસ કિલોમીટરનો હશે. 

પ્રસ્તાવિત પ્રોજેક્ટથી આસપાસના ગામડાની 500 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનો લાભ મળશે, જ્યારે સંગ્રહિત પાણી લિફ્ટ ઈરિગેશન દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે, જેથી વર્ષ દરમિયાન ખેડૂતો વધુ પાક લઈ શકે અને ધરતીપુત્રોની આવકમાં પણ વધારો થઈ શકે.